Monday, October 25, 2021
Homeયુવરાજસિંહ : અમદાવાદ જેવી પિચ પર કુંબલે-હરભજને 800 થી 1000 વિકેટ ઝડપી...
Array

યુવરાજસિંહ : અમદાવાદ જેવી પિચ પર કુંબલે-હરભજને 800 થી 1000 વિકેટ ઝડપી હોત : અશ્વિનનો જવાબ……

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ટીકા કર્યા પછી ભારે ટ્રોલ થઈ રહ્યો છે. યુવરાજે ટેસ્ટ મેચ 2 દિવસમાં સમાપ્ત થઈ જતાં કહ્યું હતું કે, જો અનિલ કુંબલે અને હરભજન સિંહ આવી પિચો પર રમત તો અનુક્રમે 1 હજાર અને 800 વિકેટ્સ સાથે કરિયર સમાપ્ત કરત. યુવરાજના આ નિવેદન પર રવિચંદ્રન અશ્વિને પ્રતિક્રિયા આપી છે.

અશ્વિને કહ્યું કે, મેં યુવરાજની ટ્વીટ વાંચી તો મને એમાં કંઈપણ ખોટું ન લાગ્યું. હું એ ન સમજ્યો કે તેઓ અમને કઈ કહેવા માગે છે કે કોઈ સલાહ આપવા માગે છે. મને ખબર નથી પડી કે મારી ટીકા કરી છે કે મારા વખાણ કર્યા છે? અશ્વિને કહ્યું કે, ટેલેન્ટની જગ્યાએ પિચને મહત્ત્વ આપવામાં આવે તો તેને કોઈ વાંધો નથી પરંતુ અત્યારે એક વ્યક્તિગત વિચારને મોટો મુદ્દો બનાવવમાં આવી રહ્યો છે. મને તેનાથી વાંધો છે.

અમદાવાદની પિચનો બચાવ કર્યો

અશ્વિને અમદાવાદની પિચનો બચાવ કરતાં કહ્યું કે, ‘તમારા માટે સારી પિચ એટલે કેવી પિચ? જે પ્રથમ બે દિવસ સિમ થાય, પછી બેટ્સમેનને મદદ કરે અને અંતિમ બે દિવસે સ્પિનર્સને મદદ કરે? આવું કોણ નક્કી કરે છે? આવા નિયમો કોણ બનાવે છે? આપણે આવી વાતો બંધ કરવાની જરૂર છે.’ જ્યારે પૂછવામાં આવ્યું કે શું આગામી મેચમાં પણ આવી પિચ જોવા મળશે? તો અશ્વિને કહ્યું કે, એના પર નિર્ભર કરે છે કે તમને શેની આશા છે? અમે એક સારી ક્રિકેટ મેચ રમવાની આશા રાખી રહ્યા છીએ.

યુવરાજે અશ્વિનને અભિનંદન પાઠવતા નિશાન સાધેલું

ભારત ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ 10 વિકેટે જીતી ગયું એ પછી યુવરાજે ટ્વીટ કરી કે, મેચ 2 દિવસમાં પતી ગઈ એ ટેસ્ટ ક્રિકેટ માટે સારી વાત નથી. જો અનિલ કુંબલે અને હરભજન સિંહ આવી વિકેટ્સ પર બોલિંગ કરત તો અનુક્રમે 1000 અને 800 વિકેટ્સ સાથે કરિયર સમાપ્ત કરત. તેમ છતાં અક્ષર પટેલે સારો સ્પેલ નાખ્યો હતો. અશ્વિનને 400 ટેસ્ટ વિકેટ્સ અને ઇશાંત શર્માને 100મી ટેસ્ટ રમવા બદલ અભિનંદન.

અમદાવાદની ટેસ્ટ 2 દિવસમાં પતી ગઈ

આ મિમ પાછળનું કારણ ઇન્ડિયા-ઇંગ્લેન્ડની અમદાવાદ ટેસ્ટ છે, જે 2 દિવસમાં પતી ગઈ. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ઇંગ્લેન્ડની ટીમ 112 રનમાં ઓલઆઉટ થઇ હતી, જવાબમાં ભારતે 145 રન કર્યા હતા. તે પછી ઇંગ્લિશ ટીમ બીજા દાવમાં 81 રનમાં ઓલઆઉટ થતાં 49 રનનો પીછો કરતાં ભારતે 10 વિકેટે સરળતાથી મેચ જીતી હતી. મેચમાં 11 વિકેટ ઝડપનાર લેફ્ટ આર્મ ઓફ સ્પિનર અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ બન્યો હતો.

ભારતમાં રમાયેલી સૌથી ટૂંકી ટેસ્ટ

ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટ ભારતમાં રમાયેલી બોલના માર્જિનથી સૌથી ટૂંકી ટેસ્ટ હતી. આ મેચ 842 બોલમાં સમાપ્ત થઈ, આ પહેલાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2019માં કોલકાતા ટેસ્ટ 968 બોલમાં સમાપ્ત થઈ હતી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments