અમદાવાદ : 15 એપ્રિલે 4 દિવસનો કેસ ડબલિંગ રેટ હાલ 12 દિવસનો થયો, એક્ટિવ કેસનો વૃદ્ધિ દર 10 %થી ઘટી 6 %: AMC કમિશનર

0
11

અમદાવાદ. શહેરમાં 2 મેની સાંજથી લઈ 3 મેની સાંજ સુધીમાં કોરોનાના 274 નવા કેસ નોંધાયા છે અને 23 દર્દીના મોત થયા છે. જ્યારે 71 દર્દીને રજા આપવામાં આવી છે. આ સાથે જ કુલ દર્દી 3817 થયા છે અને મૃત્યુઆંક 208એ પહોંચ્યો છે. શહેરમાં કોરોનાની અપડેટ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, આજે લોકડાઉનનો ત્રીજો પાર્ટ શરૂ થયો છે. કેસ ડબલિંગ અંગે વાત કરીએ તો 15 એપ્રિલ સુધી 4 દિવસે કેસ ડબલ થતા હતા જે 27-28 એપ્રિલે 8 દિવસે થવા લાગ્યા હતા. એક્ટિવ કેસનો વૃદ્ધિદર પણ 10 ટકાથી ઘટીને 8 ટકા થયો હતો અને હવે તે 6 ટકા થયો છે જ્યારે હવે કેસ ડબલિંગ રેટ 12 દિવસનો થઈ ગયો છે. આ વૃદ્ધિ દરને મેના અંત સુધીમાં ઘટાડીને ઝીરો ટકા સુધી લઈ જવો છે. એક સાથે કેસોમાં વધારો થઈ જાય તો આરોગ્ય તંત્ર પહોંચી ન શકે જેથી ઈન્ફેક્શન ઘટાડવું ખૂબ જરૂરી છે. 18 એપ્રિલે 250 કેસ હતા, જો 4 દિવસનો ડબલિંગ રેટ હોય તો રોજ 2000 અને 8 દિવસ ડબલિંગ રેટ હોય તો રોજના 1000 કેસ આવે પરંતુ એટલા આવતા નથી.

શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા ખાડીયાની મુલાકાતે  પહોંચ્યા છે. ખાડિયામાં પણ કોરોનાના 375 કેસ હોવાથી ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તારની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનર સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જ્યાં તેઓએ લોકડાઉન અને પોઝિટિવ કેસોની સ્થિતિની સમીક્ષા કરી હતી.

અમદાવાદમાં વોર્ડવાર કોરોના કેસ, સાજા થયેલા દર્દી અને મૃત્યુ  (03-05 સુધીના આંકડા)

વોર્ડ પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
ખાડિયા 375 41 12
અસારવા 111 07 02
દરિયાપુર 161 53 12
જમાલપુર 674 77 61
શાહપુર 144 22 02
શાહીબાગ 34 01 02
મધ્ય ઝોન કુલ 1430 201 91
નવાવાડજ 49 07 01
નારણપુરા 51 09 05
સ્ટેડિયમ 30 00 01
વાસણા 23 06 02
પાલડી 48 03 01
રાણીપ 24 01 00
સાબરમતી 25 02 00
ચાંદખેડા 38 04 02
નવરંગપુરા 57 16 02
પશ્ચિમ ઝોન કુલ        337 48 14
બોડકદેવ 27 11 03
થલતેજ 17 03 00
ગોતા 37 03 02
ચાંદલોડિયા 12 03 00
ઘાટલોડીયા 14 05 00
ઉ. પશ્ચિમ ઝોન કુલ 96 25 05
જોધપુર 44 06 01
વેજલપુર 32 02 00
સરખેજ 10 04 01
મકતમપુરા 25 08 01
દ. પશ્ચિમ ઝોન કુલ 108 20 03
કુબેરનગર 25 02 00
બાપુનગર 53 02 01
સરસપુર 140 02 04
ઠક્કરનગર 22 01 01
સૈજપુર 25 00 00
ઇન્ડિ. કોલોની 28 02 02
સરદારનગર 12 02 01
નરોડા 52 05 01
ઉત્તર ઝોન કુલ 342 16 10
ભાઈપુરા 18 01 00
અમરાઈવાડી 37 05 00
ગોમતીપુર 108 02 08
વિરાટનગર 14 01 01
ઓઢવ 22 07 01
નિકોલ 24 04 01
વસ્ત્રાલ 32 02 01
રામોલ 19 02 01
પૂર્વ ઝોન કુલ  264 24 13
ઇન્દ્રપુરી 21 02 00
દાણીલીમડા 251 33 07
ખોખરા 15 05 00
ઇસનપુર 57 09 01
મણિનગર 119 16 05
બહેરામપુરા 350 46 10
વટવા 41 05 03
લાંભા 45 06 01
દક્ષિણ ઝોન કુલ        895 122 27
અમદાવાદ કુલ 3817 456 163

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here