વ્રત : 18 એપ્રિલે વરૂથિની એકાદશી, આ દિવસે ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજાનું મહત્ત્વ છે

0
14

ચૈત્ર મહિનાના વદ પક્ષની એકાદશીને વરૂથિની એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે વરૂથિની એકાદશી 18 એપ્રિલે છે. વરૂથિની એકાદશી વ્રતની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. વરૂથિની એકાદશીએ વિષ્ણુજીના વરાહ અવતારની પૂજા કરવામાં આવે છે.

વરૂથિની એકાદશી વ્રત કથા

  • પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માન્ધાતા નામનો રાજા રહેતો હતો. રાજા એકવાર તપસ્યામાં લીન હતો, ત્યારે એક રીંછે તેનો પગ ખાઇ લીધો અને રાજાને જંગલ તરફ ખેંચીને લઇ ગયો.
  • આ સમયે રાજાએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી. વિષ્ણુ ભગવાને પોતાના ચક્રથી રીંછને મારી નાખ્યો.
  • રીંછ રાજાનો પગ ખાઇ ગયો હતો. રાજાને દુઃખી જોઇને વિષ્ણુ ભગવાને કહ્યું, આ તારા પૂર્વજન્મના પાપ છે, જેની સજા તારે આ જન્મમાં ભોગવવી પડી રહી છે.
  • રાજાએ આ પીડામાંથી મુક્તિ મેળવવા માટે વિષ્ણુજીને ઉપાય પૂછ્યો. વિષ્ણુજીએ કહ્યું, રાજન, તારે મારા વરાહ અવતાર મૂર્તિની પૂજા અને વરૂથિની એકાદશીનું વ્રત કરવું.
  • તેનાથી તારા પાપ દૂર થશે અને વ્રતના પ્રભાવથી ફરી તને તારા અંગ પાછા મળી જશે.
  • ત્યાર બાદ રાજાએ વરૂથિની એકાદશીનું વ્રત ધારણ કર્યું ત્યારે તેમનો પગ ફરીથી સાજો થઇ ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here