Saturday, August 20, 2022
Homeપિતાના જન્મદિવસે આદિત્ય નારાયણ મંદિરમાં પ્રેમિકા શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરશે.
Array

પિતાના જન્મદિવસે આદિત્ય નારાયણ મંદિરમાં પ્રેમિકા શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કરશે.

- Advertisement -

બોલિવૂડ સિંગર તથા હોસ્ટ આદિત્ય નારાયણ આજે એટલે કે પહેલી ડિસેમ્બરના રોજ મંદિરમાં લગ્ન કરવાનો છે. આદિત્યના પિતા ઉદિતનો પહેલી ડિસેમ્બરના રોજ 65મો જન્મદિવસ છે. આદિત્ય પિતાના જન્મદિવસ પર જ લગ્ન કરવાનો છે. આદિત્ય તથા શ્વેતા અગ્રવાલ મંદિરમાં માત્ર 50 મહેમાનોની હાજરીમાં લગ્ન કરશે.

29 નવેમ્બરે તિલક સેરેમની યોજાઈ

લગ્ન પહેલાં આદિત્ય-શ્વેતાની તિલક સેરેમની યોજાઈ હતી. રવિવાર, 29 નવેમ્બરના રોજ આદિત્યના ઘરે આ સેરેમની યોજાઈ હતી. તિલક સેરેમનીમાં આદિત્યે ડાર્ક ગ્રીન રંગનો પ્રિન્ટેડ ટ્રેડિશનલ કુર્તો પહેર્યો હતો અને શ્વેતાએ આછા નારંગની રંગનો લહેંગો પહેર્યો હતો.

2 ડિસેમ્બરે ફાઈવ સ્ટાર હોટલમાં ગ્રાન્ડ રિસેપ્શન

ઉદિત નારાયણે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બંનેના લગ્ન બાદ મુંબઈની ફાઈવ સ્ટાર હોટલમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજવામાં આવશે. અમિતાભ બચ્ચન તથા PM નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

4 નવેમ્બરે રોકા સેરેમની યોજાઈ હતી

ચાર નવેમ્બરના રોજ આદિત્યે લગ્ન કરવાની વાત જાહેર કરી હતી. ત્યાર બાદ બંનેની રોકા સેરેમની યોજાઈ હતી. આ સેરેમનીમાં માત્ર બંનેના પરિવારો જ હતા.

શ્વેતા અગ્રવાલ એક્ટ્રેસ છે. તેણે પોતાની કરિયરની શરૂઆત ટીવીથી કરી હતી. તેણે ‘બાબુલ કી દુઆએ લેતી જા’, ‘શગુન’, ‘દેખો મગર પ્યાર સે’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું. તેણે સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘રાઘવેન્દ્ર’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. શ્વેતા તથા આદિત્યે ‘શાપિત’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મથી આદિત્યે લીડ હીરો તરીકે ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મને વિક્રમ ભટ્ટે ડિરેક્ટ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular