Monday, October 25, 2021
Home10 જૂને કંપની ભારતમાં U સિરીઝનું ટીવી અને 'નોર્ડ CE 5G' સ્માર્ટફોન...
Array

10 જૂને કંપની ભારતમાં U સિરીઝનું ટીવી અને ‘નોર્ડ CE 5G’ સ્માર્ટફોન લોન્ચ કરશે

પ્રીમિયમ એન્ડ્રોઈડ સ્માર્ટફોન મેકર વનપ્લસ ભારતમાં 10 જૂને લોન્ચિંગ ઈવેન્ટ યોજવા જઈ રહી છે. તેમાં કંપની નોર્ડ CE સ્માર્ટફોન સાથે તેનું U સિરીઝનું ટીવી લોન્ચ કરશે. આ ટીવીની ખાસ વાત એ છે કે તેને ભારતમાં પ્લાન્ટ કરવામાં આવ્યું છે. કંપનીના CEO પીટ લાઉએ જણાવ્યું કે ભારતમાં તે સ્માર્ટફોન અને ટીવી સિરીઝને વેગ આપશે.

લાઉના જણાવ્યા પ્રમાણે, વનપ્લસ તેની TWS સિરીઝ પણ એક્સપાન્ડ કરશે. જુલાઈ 2020માં લોન્ચ થયા બાદ કંપનીએ નોર્ડ સિરીઝમાં 200%નો ગ્રોથ મેળવ્યો છે. હવે કંપની નોર્ડ CE 5G સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે.

વનપ્લસ U સિરીઝ ટીવી

લીક રિપોર્ટ પ્રમાણે, આ ટીવીનાં 50, 55 અને 65 ઈંચ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે. તમામ ટીવીમાં HDR10+, HLG, MEMC સપોર્ટ મળશે. તેનો રિફ્રેશ રેટ 60Hz હશે. ટીવીમાં દમદાર સાઉન્ડ માટે 30 વૉટના સ્પીકર મળશે. તે ડોલ્બી ઓડિયો ક્વોલિટી સાથે આવશે. કનેક્ટિવિટી માટે તેમાં HDMI 2.0 અને USB પોર્ટ મળશે.

વનપ્લસ નોર્ડ CE 5G

ફોનમાં 6.4 ઈંચની સિંગલ પંચ હોલ ડિસ્પ્લે મળી શકે છે. તેમાં સિક્યોરિટી માટે ફિંગર પ્રિન્ટ સેન્સર મળી શકે છે. ફોટોગ્રાફી માટે તેમાં 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળી શકે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા હશે. કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4G LTE, USB, વાઈફાઈ, બ્લૂટૂથ સહિતના ઓપ્શન મળશે.

કંપનીનું ફોકસ IoT પ્રોડક્ટ્સ તરફ

કાઉન્ટરપોઈન્ટના રિસર્ચ પ્રમાણે, વનપ્લસે ભારતમાં 2021ના પ્રથમ ક્વાર્ટરમાં વાર્ષિક 300%નો ગ્રોથ હાંસલ કર્યો છે. તેમાં વનપ્લસ નોર્ડ અને વનપ્લસ 8T સિરીઝનું યોગદાન રહ્યું છે. લાઉએ કહ્યું કે, વનપ્લસ યુઝર્સને સારા અનુભવ આપવા માટે સ્માર્ટ બેન્ડ, સ્માર્ટવોચ અને સ્માર્ટ ટીવી જેવી IoT (ઈન્ટરનેટ ઓફ થિંગ્સ) પ્રોડક્ટ પર ફોકસ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments