સુરત : શનિ-રવિવારે ખાણી પીણીની લારીઓ બંધ રખાતા ધંધાર્થીઓએ પાલિકા કમિશનરને રજૂઆત કરી

0
0

શહેરમાં લારી કલ્ચર મોટા પ્રમાણમાં ચાલે છે. શનિ-રવિવારના રોજ સુરતીઓ મોટી સંખ્યામાં રસ્તા પાથરણા પાથરીને લારીઓ પર પરોઠા સહિતની વાનગીના ચટાકા લેતા હોય છે. પરંતુ પાલિકા દ્વારા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ખાણી પીણીની લારીઓ શનિ-રવિ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી ધંધાર્થીઓના ધંધા બંધ રહેતા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી પાલિકા કમિશનરને રજૂઆત કરી હતી.

 

ધંધાર્થીઓના રોજી રોટીનો પ્રશ્ન
કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાની આગેવાનીમાં રજૂઆત કરવા પહોંચેલા વેપારીઓએ જણાવ્યુંહતું કે, અઠવા ઝોનના ગૌરવ પથ (ડુમસ રોડ) પર વર્ષોથી શાક-પરોઠાની લારી ચલાવે છે. વેસુ સુડા આવાસ તેમજ સુરત મહાનગરપાલિકાના આવસોમાં વસવાટ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ કોરોનાકાળણાં વેપાર ધંધાના મુખ્ય દિવસ ગણતા શનિ-રવિવારે જ પ્રતિબંધના કારણે આર્થિક રીતે સાવ પડી ભાંગ્યા છે. ધંધો-રોજગાર પૂર્વવત કરવા દેવાની માંગ કરી છે.

નિયમો સાથે ધંધો શરૂ કરવા દેવા માંગ
કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, પાલિકા કમિશનર બંછાનિધી પાની સામે વેપારીઓએ માંગ કરી છે કે, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોના પાલ સાથે ધંધો શરૂ કરવા દેવામાં આવવો જોઈએ. જેથી કોઈ વ્યક્તિના પરિવારના નિર્વાહનો પ્રશ્ન ઉભો ન થાય. કોરોના સામે લડવાનું છે પરંતુ કોઈની રોજગારી બંધ ન થાય તે પણ તંત્રએ જોવું જોઈએ તેવી રજૂઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here