18 તારીખે આ બેંકની તમામ સેવા 11 કલાક માટે રહેશે બંધ, ટૂંકમાં જ પતાવી લેજો જરૂરી કામ

0
24

નવી દિલ્હીઃ શું તમે એચડીએપસી બેંકના ખાતાધારક છો? જો હા, તો આ સમાચાર તમારા માટે છે. એચડીએફસી બેંક હંમેશા પોતાના ગ્રાહકોને સુરક્ષિત ટ્રાન્ઝેક્શન માટે જરૂરી રખરખાવ અને સૂચનોને લઈને એલર્ટ મોકલતી રહે છે. તેવી જ રીતે બેંકે ગ્રાહકોને સૂચના આપી છે કે ક્રેડિટ કાર્ડ માટે નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અને ફોન બેન્કિંગ સેવા 11 કલાક માટે બંધ રહેશે.

HDFC બેન્કે એસએમએસ દ્વારા એલર્ટ મોકલ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 18 જાન્યુઆરી, 2020 એ ગ્રાહકો બેન્કની નેટબેંકિંગ, મોબાઇલ બેંકિંગ, ફોન બેંકિંગ અને આઈવીઆર પર ક્રેડિટ કાર્ડ જેવી સેવાઓનો લાભ નહીં લઈ શકે. આ તમામ સેવાઓ 18 જાન્યુઆરી 2020 એ રાત્રે 1 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી બંધ રહેશે. બેંકે હાલમાં જ એક ટ્વિટ કરી લખ્યું છે કે, અમે બધા જ ગ્રાહકોને સલાહ આપીએ છીએ કે, ક્યારેય કોઇને પણ પોતાનો પાસવર્ડ અને બેન્કની માહિતી ન આપો. બેન્ક ક્યારેય આવી માહિતી નથી માંગતી.

ગયા મહિને ટેક્નિકલ ખામીના કારણે બેન્કની મોબાઇલ એપ અને નેટ બેંકિંગની સુવિધા બે દિવસ સુધી ઠપ્પ થઈ ગઈ હતી, જેના કારણે લાખો ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બેન્કે ટ્વિટ કરી લખ્યું હતું કે, ટેક્નિકલ ખામીના કારણે સર્વિસને અસર થઈ છે, અમારા એક્સપર્ટ આ સમસ્યા હલ કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે, બહુ જલદી આ સમસ્યા હલ થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here