17 સપ્ટેમ્બરે અમાસ : સર્વપિતૃ મોક્ષ અમાસના દિવસે જેમની મૃત્યુ તિથિ જાણ ન હોય તેમનું અને બધા જ પિતૃઓ માટે પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરવું જોઇએ

0
17

ગુરુવાર, 17 સપ્ટેમ્બરના રોજ પિતૃ પક્ષની છેલ્લી તિથિ અમાસ છે. જેને સર્વપિતૃ મોક્ષ અમાસ કહેવામાં આવે છે. આ તિથિએ તે મૃત લોકો માટે પિંડદાન, શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે, જેમની મૃત્યુ તિથિ જાણ હોતી નથી. સાથે જ, જો કોઇ મૃત સભ્યનું શ્રાદ્ધ કરવાનું ભૂલી ગયા હોવ તો તેના માટે અમાસના દિવસે શ્રાદ્ધ કર્મ કરી શકાય છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે આ અમાસે બધા જ જ્ઞાત-અજ્ઞાત પિતૃઓ માટે પિંડદાન વગેરે શુભ કામ કરવા જોઇએ. માન્યતા છે કે, પિતૃ પક્ષમાં બધાં પિતૃ દેવતા ધરતી ઉપર પોત-પોતાના કુળના ઘરમાં આવે છે અને ધૂપ-ધ્યાન, તર્પણ વગેરે ગ્રહણ કરે છે. અમાસના દિવસે બધા જ પિતૃઓ પોતાના પિતૃલોક પાછા ફરે છે.

ગયા તીર્થ ક્ષેત્રના પુરોહિત ગોકુળ દુબેના જણાવ્યાં પ્રમાણે જો કોઇ વ્યક્તિ પોતાના પરિવારથી અલગ રહેતાં હોય, બધા ભાઇઓના ઘર અલગ-અલગ હોય છે તો બધાએ પોત-પોતાના ઘરે પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરવું જોઇએ.

અમાસ તિથિએ શુભ કામ પણ કરોઃ-

પિતૃપક્ષની અમાસના દિવસે જરૂરિયાતમંદ લોકોએ ધન અને અનાજનું દાન કરવું જોઇએ. તમે ઇચ્છો તો કપડાંનું દાન પણ કરી શકો છો. કોઇ મંદિરમાં કે કોઇ ગૌશાળામાં પણ દાન કરવું જોઇએ.

અમાસના દિવસે સાંજે સૂર્યાસ્ત પછી ઘરના મંદિરમાં અને તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઇએ. મુખ્ય દ્વાર ઉપર અને ઘરની અગાસીએ પણ દીવો પ્રગટાવવો જોઇએ. અમાસ તિથિએ ચંદ્ર જોવા મળતો નથી. તેના કારણે રાતે અંધારું અને નકારાત્મકતા વધી જાય છે. દીવાનો પ્રકાશ ઘરની આસપાસ પોઝિટિવ વાતાવરણ બનાવે છે. એટલે અમાસે રાતે દીવો પ્રગટાવવાની પરંપરા છે.

18 સપ્ટેમ્બરથી અધિકમાસ શરૂ થશે

આ વર્ષે પિતૃ પક્ષની અમાસ પછી એટલે 18 સપ્ટેમ્બરથી અધિકમાસ શરૂ થઇ રહ્યો છે. જેના કારણે નવરાત્રિ એક મહિના પછી આવશે. આવતાં મહિને 17 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here