દીકરી મસાબાના છૂટાછેડા પર નીના ગુપ્તાએ કહ્યું -‘આનાથી તો લિવ-ઇનમાં રહેવું સારું’

0
7

નીના ગુપ્તા (Neena Gupta) હાલ સતત તેમની ફિલ્મો અને વ્યક્તિગત જીવન પર પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ તેમને લગ્ન કરેલા પુરુષોથી પ્રેમ ન કરવાની મહિલાઓને સલાહ આપી હતી. ત્યારે નીના ગુપ્તાની એકમાત્ર પુત્રી મસાબાના છૂટાછેડા મામલે પણ નીનાએ પોતાનું નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ મસાબા અને તેમના પતિ મધુથી છૂટાછેડા લીધા છે. ત્યારે દીકરીના છૂટાછેડા પર દુખ વ્યક્ત કરતા નીનાએ આ હેરાન કરી દેતી વાત કહી છે.

નીના ગુપ્તાએ  આપેલા ઇન્ટરવ્યૂમાં મસાબા ગુપ્તાના છૂટાછેડા મામલે પ્રતિક્રિયા આપી છે. નીનાએ કહ્યું કે જ્યારે મને તેમના છૂટાછેડા વિષે જાણ થઇ તો મને ખૂબ જ દુખ થયું. મસાબાએ મને લિવ ઇનમાં રહેવાની વાત ત્યારે કહી હતી. પણ તે સમયે મેં આ વાતને સ્વીકારી નહતી. પણ એક તે જ છે જેણે સમયની સાથે આ વાત સ્વીકારવા મામલે તૈયાર કરી.

નીનાએ આગળ કહ્યું કે શરૂઆતમાં હું આ લિવ ઇનની વાત બિલકુલ સ્વીકારી નહતી શકતી. જો આજના સમયે મસાબા મને લિવ ઇનમાં રહેવાની વાત પુછત તો હું તેને હા પાડત. કારણ કે આ છૂટાછેડા લેવાથી તો સારું જ છે.

ઉલ્લેખનીય છે કે મસાબાએ વર્ષ 2015માં લગ્ન કર્યા હતા અને 2018માં તેણે પ્રોડ્યૂસર મધુ મંટેવાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અને હવે કાનૂની પ્રક્રિયા પૂર્ણ થતા તેમણે છૂટાછેડા લઇ લીધા છે.

મસાબાએ આ અંગે સોશિયલ મીડિયામાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેમણે હાલ આ મામલે કોઇ સવાલ જવાબ કરવા નથી માંગતી પણ બંને જણાએ આપસી સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. અને તે આ નિર્ણય સાથે જીવનમાં આગળ વધવા માંગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here