Monday, October 25, 2021
Homeદહેગામ : ૧૫ મી ઓગસ્ટના પર્વ નિમિત્તે શાળાઓમા અને ઘરે ઘરે ફરી...
Array

દહેગામ : ૧૫ મી ઓગસ્ટના પર્વ નિમિત્તે શાળાઓમા અને ઘરે ઘરે ફરી ત્રીરંગા વેચી રાષ્ટ્રભાવના વ્યક્ત કરતો યુવાન

દહેગામમા છેલ્લા ૨૪ વર્ષથી લોકોમા દેશભાવના જગાવી અને સ્વતંત્ર સેનાનીઓના અને શહીદોના ફોટા મઢી ૨૦,૦૦૦ ઝંડા અને ૮૦ કીલો ચોકલેટનુ વીતરણ કરતો રાષ્ટ્રનો દેશ ભક્ત

 

 

દહેગામ શહેરમા રહેતા બીમલ મુખી છેલ્લા ૨૪ વર્ષથી લોકોમા દેશભાવના જગાવી ૧૫ મી ઓગસ્ટના પર્વ નિમિત્તે પોતાના સ્વ ખર્ચે દહેગામની શાળાઓમા અને ઘરે ઘરે ફરી ત્રીરંગા વેચી રાષ્ટ્રભાવના વ્યક્ત કરતો યુવાન

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમા રહેતા બીમલ મુખી છેલ્લા ૨૪ વર્ષથી લોકોમા દેશભાવના જગાવી રાષ્ટ્ર પર્વની અનોખી રીતે ઉજવણી કરે છે. આ યુવાનને બાળકો અને દેશ પ્રત્યે અનોખો પ્રેમ ધરાવે છે. અને દેશના શહીદોના તેમજ સ્વતંત્ર સેનાનીઓના ફોટાઓથી પોતાનુ ઘર સજ્જ કર્યુ છે. અને દર વર્ષે ૧૫ મી ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરીના દીવસે આ યુવાન દીવાળીના તહેવાર કરતા પણ અનોખી રીતે આ પર્વની ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરે છે. અને ૧૫ મી ઓગસ્ટ ના બે દીવસમા રીક્ષા ઉપર સ્વાતંત્ર સેનાઓના ફોટા અને શહીદીઓના ફોટા લગાવીને ત્રિરંગાઓથી શણગારેલી રીક્ષામા દહેગામ શહેરમા ફરીને ભક્તિના ગીતો વગાડીને ત્રિરંગાઓનુ શાળાઓમા અને શહેરના ગલીએ ગલીઓમા અને ઘરે ઘરે ફરી આ વ્યક્તિ મફત ત્રિરંગા આપીને દેશ ભાવના વ્યક્ત કરે છે.

બાઈટ : બીમલભાઈ મુખી, દહેગામ

 

અને આ યુવાને આજે રૂબરૂ મુલાકાત લેતા ૨૦,૦૦૦ ત્રિરંગા બનાવ્યા છે અને ૮૦ કીલો ચોકલેટનુ વીતરણ કરશે તેવી માહિતી પ્રાપ્ત થવા પામી છે. અને આ યુવાને જણાવ્યુ હતુ કે ૨૪ વર્ષ પહેલા હુ બોમ્બે ગયો હતો તેવા સમયે નાના બાળકો પૈસાથી રોડ ઉપર ત્રિરંગા વેચતા હતા. આ દ્રષ્ય જોઈ મને ૧૫ મી ઓગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરીના દીવસે ત્રિરંગાઓ વેચીને હુ બાળકોનો ઉત્સાહ પ્રેરીત કરુ છુ અને દેશભક્ત માટે  હુ છેલ્લા ૨૪ વર્ષથી આ રાષ્ટ્ર પર્વની ઉજવણી કરુ છુ તેમા મને ગણી ખુશી પ્રાપ્ત થાય છે.

  • રીક્ષામા શહીદોના અને સ્વાતંત્ર સેનાનીઓના ફોટા અને ત્રિરંગા લગાવીને દહેગામ શહેરમા આ યુવાન મફત ત્રિરંગાનુ છેલ્લા ૨૪ વર્ષથી વિતરણ કરે છે
  • આજે આ યુવાને ૨૦ હજાર ત્રિરંગા બનાવી અને ૮૦ કીલો ચોકલેટોનુ વીતરણ કરશે
  • આ યુવાનમા તેના અંગે અંગમા દેશભાવનાની સેવા કરવાનુ લોહી વહી રહ્યુ છે
  • પોતાનુ ઘર સ્વાતંત્ર સેનાનીઓના ફોટાઓ અને શહીદોના ફોટા લગાવીને સજ્જ કર્યુ છે

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, દહેગામ, ગાંધીનગર  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments