પેટાચૂંટણીના પરિણામની પૂર્વ સંધ્યાએ ભાજપે જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોના નામ જાહેર કર્યા, તમામ 39 પ્રમુખોના નામ

0
7

પેટાચૂંટણીના પરિણામની પૂર્વસંધ્યાએ લાંબા સમયથી અટકેલા ભાજપ સંગઠનમાં નિમણૂક આજે શરૂ થઈ ગઈ છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા અને મોટા શહેરોના શહેર પ્રમુખોની જાહેરાત કરી દેવાઈ છે. ભાજપ દ્વારા 39 પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં કમલેશ મીરાણી,ગાંધીનગર શહેરમાં રૂચિર ભટ્ટ, જામનગર શહેરમાં વિમલ કગથરા, ભાવનગરમાં રાજીવ પંડ્યાની નિમણૂક કરાઈ છે. આ સિવાય વિવિધ જિલ્લામાં પ્રમુખો નિમાયા છે. નો રિપીટ થીયરી અંતર્ગત પાટીલ દ્વારા ટીમ જાહેર કરાઈ છે. સી આર પાટીલ હાલ દિલ્હીમાં છે. સંભવતઃ પ્રદેશ સંગઠનની આવતીકાલે જાહેરાત થઈ શકે છે.

રાજકોટના શહેર પ્રમુખ કમલેશ મીરાણી, તો જિલ્લાની જવાબદારી મનસુખ ખાચરીયાને

કમલેશ મીરાણી યુવા ભાજપ પ્રમુખથી લઈને અન્ય હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. તેઓ રાજકોટ મહાનગર પાલિકામાં અનેક હોદ્દાઓ પર જવાબદારી નિભાવી છે. જ્યારે રાજકોટ જિલ્લામાં ડી કે સખીયા નો રિપીટ થીયરીને પગલે ફરી જિલ્લા પ્રમુખ બની શક્યા નથી તેમની જગ્યાએ પોરબંદરની 2009ની લોકસભા ચૂંટણી લડેલા મનસુખ ખાચરીયાને જિલ્લા ભાજપ પ્રમુખ પદની જવાબદારી સોંપાઈ છે. તેઓ જેતપુરના અગ્રણી ઉદ્યોગપતિમાં સામેલ છે.

3જી નવેમ્બરે આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી

અબડાસા, મોરબી, ધારી, ગઢડા, લીંમડી, કરજણ, કપરાડા અને ડાંગ આઠ વિધાનસભા બેઠકો પર 3જી નવેમ્બરે પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. આ તમામ બેઠક પર ભાજપ દ્વારા આક્રમક પ્રચાર કરાયો હતો. તે માટે તમામ બેઠકો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની ટીમ ગઈ હતી અને સ્થાનિક સંગઠનોનું નેટવર્ક વધુ મજબૂત બનાવાયું હતું. આવતી કાલે 10 ઓક્ટોબરે પાટીલની પરીક્ષાનો પ્રથમ પડાવ છે.

પાટીલ 21 જુલાઈથી ગુજરાત ભાજપ પ્રમુખ

ભાજપ પ્રદેશ પ્રમુખ પદ માટે નવસારીના સાંસદ સી.આર.પાટીલની વરણી કરી હતી અને 21 જુલાઈએ તેમણે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. આ પછી ચાર મહિના જેટલો સમય પસાર થવા છતાં પ્રદેશ સંગઠનની નવીટીમની રચના થઈ શકી નથી. પેટાચૂંટણીના પરિણામો સાથે નવી ટીમ રચાઈ શકે છે. ઉલ્લેખની છે કે, 2016થી સંગઠનનું માળખાનું કોકડું હજુ ઉકેલી શકાયું નથી.

પાટીલની બંધ કવર ફોર્મ્યુલા

ગુજરાતમાં 2014 બાદ ભાજપના વળતા પાણી પાછળના કારણો અને કારણો શોધવા માટે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એક અલગ પ્રકારનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં પક્ષના કાર્યકરો અને આગેવાનોની ફરિયાદ અને રજૂઆતો બંધ કવરમાં મંગાવ્યા હતા. આ બંધ કવર કેટલાક ચોક્કસ નેતાઓ અને આગેવાનો માટે લેટર બોમ્બ પણ સાબિત થવાનો ભય હતો. ગુજરાતના ભાજપના કાર્યકરોએ પોતાની રજૂઆત, ફરિયાદ ભાજપ કાર્યાલય કમલમમાં બંધ કવરમાં આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here