નવા વર્ષના પ્રથમ દિવસે શેરમાર્કેટે 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો : બજાર સતત 9 માં સપ્તાહે વધારા સાથે બંધ થયું : નિફ્ટી 14 હજાર અને સેન્સેક્સ 47868 પર બંધ.

0
0

નવા વર્ષના પ્રથમ દિવસે પુરા થયેલા કારોબારી સપ્તાહમાં શેરમાર્કેટે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. બજારમાં સતત 9માં સપ્તાહે વધારો રહ્યો હતો. આ પહેલા એપ્રિલ 2010માં આટલો લંબો વીકલી વધારો નોંધાયો હતો. નિફ્ટી પણ પ્રથમ વખત 14 હજાર અંક પર બંધ થયો હતો. જ્યારે સેન્સેક્સ 118 અંક વધીને 47868 પર બંધ થયો હતો.

સેન્સેક્સ પર ITC, TCS, M&M, SBI, ભારતી એરટેલ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ITC 2.32 ટકા વધીને 213.85 પર બંધ રહ્યો હતો. TCS 2.02 ટકા વધીને 2928.20 પર બંધ રહ્યો હતો. જોકે ICICI બેન્ક, HDFC બેન્ક, ટાઈટન કંપની, બજાજ ફીનસર્વ, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતો. ICICI બેન્ક 1.36 ટકા ઘટીને 527.55 પર બંધ રહ્યો હતો. HDFC બેન્ક 0.83 ટકા ઘટીને 1424.85 પર બંધ રહ્યો હતો.

રેકોર્ડ હાઈ પર માર્કેટ કેપ

BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 189.26 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી છે. ચારેબાજુ તેજીના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE) પર 3170 કંપનીઓના શેરમાં કારોબાર થયો છે. તેમાંથી 2043 એટલે કે 64 ટકા શેર વધારા સાથે બંધ થયા હતા.

નિફ્ટીએ પણ રેકોર્ડ બનાવ્યો

નિફ્ટીએ પણ શુક્રવારે નવો રેકોર્ડ બનાવ્યો. તે 36.75 અંક વધી પ્રથમ વખત 14018.50 પર બંધ થયો હતો. ઈન્ટ્રાડેમાં ઈન્ડેક્સ 14049.85 પર પહોંચ્યો હતો. અદાણી પોર્ટનો શેર 47.39 ટકા વધી 505 રૂપિયા પર બંધ થયો. આ રીતે ITC અને TCSના શેરમાં 2 ટકા સુધીનો વધારો રહ્યો. SBI અને M&Mના શેર 1 ટકાથી વધુ વધ્યા છે. ICICI બેન્કનો શેર 1.36 ટકા ઘટી 527.80 પર બંધ થયો હતો.

FY 2021-22માં ઈકોનોમી ગ્રોથ

રેટિંગ એજન્સી ઈક્રાના જણાવ્યા મુજબ, ભારતીય અર્થવ્યવસ્થા FY 2021-22માં લગભગ 10 ટકાનો પોઝિટિવ ગ્રોથ કરે એવી આશા છે. એજન્સીએ પહેલાં 2020-21 માટે ઈકોનોમીમાં 7-7.9 ટકાના ઘટાડાનું અનુમાન બહાર પાડ્યું હતો, જે વર્ષના શરૂઆતમાં 4.2 ટકા પોઝિટિવ હતો.

એન્ટની વેસ્ટની લિસ્ટિંગ

 

એન્ટની વેસ્ટ હેન્ડલિંગ સેલનો શેર BSE પર 36.5 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયો છે. IPOમાં ઈશ્યૂ પ્રાઈસ 315 રૂપિયા હતી. BSE પર શેરનું લિસ્ટિંગ 430 રૂપિયા પર થયું હતું. લિસ્ટિંગ પછી શેર 492.75 રૂપિયા સુધી મજબૂત થયો. એટલે કે ઈશ્યૂ પ્રાઈસથી 56 ટકા સુધી તેજી શેરમાં જોવા મળી છે.

આ પહેલા કંપનીનો IPO તેના ઈશ્યુ સાઈઝથી લગભગ 15 ગણો વધુ સબ્સ્ક્રાઈબ થયો હતો. શેર લેસ્ટિંગ પ્રાઈસથી 5.29 ટકા નીચે 407.25 રૂપિયાના ભાવે બંધ થયો છે. જોકે રોકાણકારોને આ ભાવ પર પ્રતિ શેર 29.29 ટકાનો ફાયદો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here