ઊંઝા: લક્ષચંડી મહાયજ્ઞમાં પ્રથમ દિવસે અઢી કિલો સોનાનું દાન આવ્યું

0
2

મહેસાણા

ઊંઝાના ઉમિયાનગર ખાતે ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞાનો પ્રારંભ થઈ ગયો છે. ક્ષચંડી મહાયજ્ઞાના પ્રારંભના પ્રથમ દિવસે બુધવારના રોજ લાખો શ્રદ્ધાળુઓ મહાયજ્ઞાના દર્શન કરીને ધન્ય બન્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે જ લક્ષચંડી મહાયજ્ઞમાં 8થી વધારે રેકોર્ડ બન્યા હતા. તો 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. એટલું જ નહીં, શ્રદ્ધાળુઓએ દાનનો ધોધ વહાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જો પ્રથમ દિવસે રસોડાની વાત કરીએ તો, પ્રથમ દિવસે બપોરના રસોડામાં 7.5 ટન ચોખા, 4 ટન દાળ, 6 ટન બટાટા, 2.5 ટન વાલ અને અઢી લાખ લાડુનો વપરાશ થયો હતો. સાંજે ત્રણ ટન ભાખરી બનાવાઇ હતી. રસોડા વિભાગમાં 8 બ્લોકમાં અડધા કલાકમાં એકસાથે 50 હજાર માણસો ભોજન લઇ શકે તેવી સુવિધા છે. દાળ કાઢવા માટે પંપ સિસ્ટમ લગાવાઇ છે. ભાતમાંથી પાણી કાઢવા માટે મશીન છે. એક મિનિટમાં 100 કિલો બટાકા કપાઈ જાય તેવું મશીન લાવવામાં આવ્યું છે. રસોડામાં બે લાખ લોકોએ શાકાહારી ભોજન લીધું તે બદલ એશિયા બુક ઓફ રેકોર્ડ એવોર્ડ અપાયો છે.

ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞના પ્રથમ દિવસે ઉમિયા મંદિરમાં 15 લાખ રૂપિયા અને અઢી કિલો સોનાનું દાન આવ્યું હતું. ઉમિયાનગરમાં આવનારી મહિલાઓમાં કેન્સરની તપાસ માટે પણ સાત સ્કેનિંગ મશીન મુકાયાં હતાં. પ્રથમ દિવસે 1600થી વધુ મહિલાઓમાં કેન્સર વિશેની તપાસ કરાઈ હતી.

યજ્ઞના પ્રથમ દિવસે વધુ 8 રેકોર્ડ બન્યા

-2 લાખ લોકોએ એક જ દિવસમાં સાત્ત્વિક ભોજનનો પ્રસાદ લીધો.
-1100 ભૂદેવે એક કરોડ શ્લોકનું ઉચ્ચારણ કર્યું.
-એક જ સ્થળે યજ્ઞમાં સૌથી વધુ એક લાખ ચંડીપાઠ કરાયા
-350 એકરમાં લીલી જાજમ પાથરવાનો રેકોર્ડ નોંધાયો.
-5.46 લાખ કપમાં 21 હજાર લિટર ચાનું વિતરણ કરાયું.