દિલ્હીમાં લોકડાઉન ચોથા દિવસે ફેલ LIVE / આનંદ વિહાર બોર્ડર પર ઘરે પાછા જવા 17 હજાર લોકો ભેગા થયા, UP સરકારે કહ્યું- આ લોકોને 14 દિવસ કેમ્પમાં રહેવુ પડશે

0
26

  • ગાઝીયાબાદમાં યુપી ગેટ બોર્ડર પર શનિવારે બપોરે ભીડ ભેગી થવા લાગી હતી
  • અહીં ઉત્તર પ્રદેશ સરકારે બસોની વ્યવસ્થા કરતા લોકો ઘર તરફ રવાના કરાયા
  • ત્યારબાદ સાંજથી મોટી સંખ્યામાં લોકો આનંદ વિહાર બસ ટર્મિનલ પર ભેગા થવા લાગ્યા

નવી દિલ્હી-ગાઝીયાબાદ બોર્ડરઃ કોરોના વાઈરસને પગલે દેશભરમાં 21 દિવસના લોકડાઉનને આજે શનિવારે ચોથો દિવસ છે. પણ દેશની રાજધાનીમાં રહેતા લોકો સામે હવે રોજી કરતા રોટીનું સંકટ ઉભુ થયું છે. આ કારણથી શનિવારે ગાઝીયાબાદમાં યુપી ગેટ બોર્ડર પર ઉત્તર પ્રદેશ પરત જનાર લોકોની મોટી ભીડ એકત્રિત થઈ ગઈ હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસના ગોઠવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ સરકાર સક્રિય છે અને તેમણે બસોની વ્યવસ્થા કરી લોકોને રવાના કરી રહી છે.  આ અંગેના સમાચાર મળતા શનિવારે સાંજે દિલ્હીના આનંદ વિહાર બસ ટર્મિનલ પર ઘરે પરત જવાની વ્યવસ્થાની આશા સાથે હજારોની સંખ્યામાં ભીડ એકત્રિત થઈ ગઈ. બસ ટર્મિનલની બહાર લોકો બસોની રાહ જોતા ઉભા દેખાતા હતા.બીજી બાજુ પોલીસ પણ સતત અપીલ કરતી રહી કે એક બીજાથી અંતર બનાવીને રાખો અને ધીમે ધીમે આગળ વધો. પણ તેમની અપીલની ખાસ અસર જોવા મળી ન હતી.

દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાંથી લોકો આનંદ વિહાર પહોંચ્યા

ઉત્તર પ્રદેશના અન્ય શહેરોમાંથી રિપોર્ટ

નોઈડાઃ ભાડુઆતો પર દબાણ કરશે તો જેલ
કોરોનાના જોખમની સ્થિતિ વચ્ચે મકાન માલીક ભાડુઆત પર ભાડુ વસૂલવા માટે દબાણ કરી શકશે નહીં. આમ કરવાના સંજોગોમાં મહત્તમ બે વર્ષની જેલ થઈ શકે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ બીએન સિંહે જણાવ્યું હતું કે આવા મકાન માલીકો સામે આપદા વ્યવસ્થા અધિનિયમ 2005ની કલમ 151 હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં એક વર્ષ સુધી સજા અથવા આર્થિક દંડ બન્ને થઈ શકે છે. તેમ જ જો આદેશનું પાલન ન કરવાના સંજોગોમાં જાનમાલને નુકસાન થાય છે તો આ સજા 2 વર્ષની થઈ શકે છે.

કાનપુરઃ કાળા બજાર કરનાર સમક્ષ ગ્રાહક બની પોલીસ પહોંચીઃ 18 પર એફઆઈએર

લોકડાઉનનો લાભ ઉઠાવનાર સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. રેશન અને શાકભાજી નિયત મૂલ્યથી વધારે કિંમત પર વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પ્રકારના 18 નફાખોરો સામે એફઆઈએર દાખલ કરવામાં આવી છે. કાળાબજારને અટકાવવા માટે પોલીસ સિવિલ ડ્રેસમાં ગ્રાહક બનીને દુકાનદાર પાસે જાય છે. વધારે કિંમતથી ખાદ્ય સામગ્રી વેચાણ કરનારને પકડવામાં આવે છે.

300 કિલોમીટર પગે ચાલીને આગ્રા પહોંચ્યા

આ શ્રમિક 3 દિવસથી પગપાળા ચાલીને શુક્રવાર રાત્રે આગ્રા પહોંચ્યા. આ પૈકી કેટલાક કાનપુરના રહિશ છે. આ તમામ શ્રમિક આગ્રા પહોંચ્યા છે. તેમણે કહ્યું કે પગપાળા ઘરે જઈ રહ્યા છીએ. તકલીફ પડી રહી છે. પણ માર્ગમાં ખાવા પીવાની વ્યવસ્થા થઈ ગઈ.

ઝાંસીઃ લોકડાઉનમાં અમદાવાદથી હજારો કિંમત પગપાળા સફર

દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા સતત વધી રહી છે. લોકડાઉનને પગલે લોકો ઘરોમાં કેદ છે. મજૂરો ઘરે જવા માટે હજારો કિમી પગે ચાલીને જઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો શુક્રવારે રાત્રે ઝાંસીમાં જોવા મળ્યો. અહીં આશરે 35 મજૂર પગે ચાલીને જઈ રહ્યા હતા. તેઓ બુંદેલખંડના વિવિધ વિસ્તારોમાં જઈ રહ્યા છે.

વારાણસીઃ મંડિયોમાં વ્યાપારીઓને અટકાવાયા

કોરોના વાઈરસની સ્થિતિને જોતા ડીએમ કૌશલરાજે મંડિયોમાં વ્યાપારીઓને અટકાવ્યા હતા. લોકડાઉન વનચ્ચે પણ કેટલાક બજારોમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ દિવસોમાં બજારો-મંડિયોમાં લીંબુ સૌથી વધારે મોંઘા વેચાઈ રહ્યા છે.ચંદુઆ સટ્ટીમાં 4 રૂપિયા, ત્યારે છૂટક વિક્રેતાઓ મહોલ્લામાં 8થી 10 રૂપિયામાં એક લીંબુ વેચતા હતા. મંડી વિક્રેતાઓનું કહેવું છે કે લીંબુ વિટામીન સી અને રોગ પ્રતિરોધક હોવાથી તેની વધારે માંગ છે.

ગોરખપુરઃચૌરી ચૌરાના માર્ગો પર સન્નાટો ફેલાયેલ છે, સામાનની ડિલિવરી ડોર-ટુ-ડોર

ચૌરી ચૌરા વિસ્તારમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે તમામ લોકો તેમના ઘરોમાં સ્વૈચ્છાએ રહે છે. બીજી બાજુ સોશ્યલ ડિસ્ટેસિંગનું પાલન કરવા માટે ડેપ્યુટી કલેક્ટરના નેતૃત્વમાં લોકો તમામ સુવિધા લોકોના ઘર સુધી તમામ સુવિધા ઘર સુધી પહોંચાડવા માટે તમામ ગામોમાં 6 થી વધારે ટીમો લગાવી છે. તેમા સરકારી વિભાગો ઉપરાંત બે-બે વોલેન્ટીયર્સ પણ લગાવ્યા છે. દરમિયાન પોલીસકર્મીઓ પશુઓની પણ કાળજી લેતા દેખાય છે. પોલીસકર્મીઓ કુતરાઓને પણ ભોજન ખવડાવી રહ્યા છે. જેથી આ મહામારીમાં તેમનું પણ પેટ ભરી શકાય.

બુલંદશહરઃ અન્ય રાજ્યો સાથે જોડાયેલી સીમા સીલ

બુલંદશહરમાં પોલીસ તમામ જગ્યાએ દેખાય છે. અધિકારીઓ કહે છે કે-સીમાઓને સીલ કર્યા બાદ ત્યાં ફક્ત બીમર અને ખૂબ જ જરૂરિયાતમંદ લોકોની જ તપાસ કરયા બાદ કાઢવામાં આવી રહ્યા છે. જે નિયમોનુ પાલન કરતા નથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here