બારડોલી : બુલેટ ટ્રેન જમીન સંપાદન મુદ્દે સાંસદે લોકસભામાં 4 ગણા પ્રિમિયમ આપવાની રજૂઆતને ખેડૂત સમાજે રજૂઆત કરી

0
5

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામેની વિટંબણાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહ્યો. કોરોના લોકડાઉનના કારણે જાપાનની કંપનીએ કામ ઠેલવતાં પ્રોજેક્ટ પાટા પરથી ઉતરી ગયાનું સંભળાઈ રહ્યું છે. ત્યારે જમીન સંપાદન પર સૌથી મોટા વળતરનો સવાલ કરતાં ખેડૂતોમાં વિરોધનો વંટોળ થોડો શમ્યો હોય તેવું લાગી રહ્યું છે. બારડોલીના સાંસદે લોકસભામાં ચાર ગણા પ્રમિયમથી ખેડૂતોને વળતર આપવાની રજૂઆત સાથે પ્રશ્ન ઉઠાવ્યો છે. જેને ખેડૂત આગેવાનો આવકારી રહ્યાં છે. સાથે જ કહી રહ્યા છે કે, અમે બુલેટ ટ્રેન કે હાઈવેના વિરોધી નથી પરંતુ અમને યોગ્ય વળતર ન મળે તે માટે અમારી માંગ છે જેને સાંસદે લોકસભા સુધી પહોંચાડી છે જેને અમે આવકારીએ છીએ.

ઝીરો અવર્સમાં પ્રશ્ન ઉઠાવાયો

બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ સંસદના ઝીરો અવર્સમાં આ મુદ્દો ઉઠાવ્યો છે. વર્ષ 2013માં જમીન સંપાદન ધારા મુજબ વળતર ચૂકવવાની માંગ કરી છે. પ્રભુ વસાવાએ જમીનના સારા ભાવ ખેડૂતોને મળી રહે તે માટે સંસદમાં રજૂઆત કરી છે અને માંગ કરી છે કે, ખેડૂતોને સારા ભાવ મળશે તો તેઓ જમીન આપવા તૈયાર હશે. સાથે જ બહુ મોટા પ્રોજેક્ટ તેના ધાર્યા સમયમાં પરિપૂર્ણ થઈ જશે.

ખેડૂતોએ કહ્યું, અમે પ્રોજેક્ટના વિરોધી નથી

ખેડૂત આગેવાન જયેશ પટેલે બારડોલી સાંસદ પ્રભુ વસાવાની રજૂઆતને આવકાતાં કહ્યું કે, ખેડૂતો વિકાસના કામોના વિરોધી નથી. પરંતુ યોગ્ય ભાવ માંગવાનો ખેડૂતોને હક્ક છે. પાણીના ભાવે સરકાર જમીન સંપાદન કરે તેનો ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે. પરંતુ સરકાર યોગ્ય ભાવ આપે તો ખેડૂતો તેની જમીન આપવા તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here