Thursday, April 18, 2024
Home31 જાન્યુઆરીનું રાશિફળ : મહિનાના છેલ્લાં દિવસે નક્ષત્રો કર્ક જાતકોને જીવનની નવી...
Array

31 જાન્યુઆરીનું રાશિફળ : મહિનાના છેલ્લાં દિવસે નક્ષત્રો કર્ક જાતકોને જીવનની નવી શરૂઆત કરવાનો સંકેત આપી રહ્યા છે

- Advertisement -

મેષ

પોઝિટિવઃ– સમાજમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે અને જો તમે કોઇ પદ માટે લડી રહ્યા છો તો તે તમને પ્રાપ્ત થઇ શકે છે. તમારું પારિવારિક જીવન ખૂબ જ સારું રહેશે. સંતાન માટે સમય સારો રહેશે.

નેગેટિવઃ– એકબીજા સાથે સામંજસ્ય સારું રહે તેના માટે પ્રયાસરત રહો. સામંજસ્ય સારું હોવાથી દરેક સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. કામકાજના ક્ષેત્રમાં પણ સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– સંબંધમાં મધુર ક્ષણનો આનંદ ઉઠાવી શકશો.
વ્યવસાયઃ– ભાગ્ય આજે તમને સાથ આપી શકે છે.
સ્વાસ્થ્યઃ– માનસિક ચિંતાઓના કારણે તકલીફ સંભવ છે.

વૃષભ

પોઝિટિવઃ– સરકાર, કાનૂન અને રાજનીતિના ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને સારી સફળતા મળી શકે છે. તમે ગુપ્ત રૂપથી સુખ-સુવિધાઓ ઉપર ખર્ચ કરશો. કાર્યક્ષેત્રના કોઇ કામથી તમે વિદેશ યાત્રા પર જઇ શકો છો.

નેગેટિવઃ– સંતાન માટે પરેશાનીભર્યો સમય રહેશે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવાની જરૂર છે. સંતાન પોતાના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે પરંતુ કોઇ વાતને લઇને તેમનું મન દુઃખી રહી શકે છે.

લવઃ– આજે તમે ભાવનાત્મક રૂપથી અસુરક્ષિત અનુભવ કરશો.
વ્યવસાયઃ– ભાગદોડ તથા તણાવપૂર્ણ સ્થિતિઓમાં પણ આર્થિક લાભના સારા અવસર પ્રાપ્ત થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ– પરિણામ સ્વરૂપ તમે શુકૂનનો અનુભવ કરશો.

મિથુન

પોઝિટિવઃ– વિદેશમાં શિક્ષા પ્રાપ્તિ હેતુ પ્રયાસ કરી રહેલાં લોકોને સફળતા મળી શકે છે. થોડાં લોકોનું મન વાંછિત સ્થાન પર સ્થાળાંતરણ પણ થઇ શકે છે. તમને અલગ-અલગ પૃષ્ઠભૂમિવાળા લોકોને મળવાનો અવસર મળશે.

નેગેટિવઃ– આર્થિક લેવડ-દેવડ અથવા અચલ સંપત્તિને લઇને વિવાદ થઇ શકે છે. બિનજરૂરી કાર્યોને લઇને ભાગદોડ તથા તણાવપૂર્ણ સ્થિતિઓ ઊભી થઇ શકે છે.

લવઃ– આજે પ્રેમ બાબતે તમારો દિવસ સારો રહેશે.
વ્યવસાયઃ– વેપારમાં હાનિ થવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ– આ સમયે હોસ્પિટલના ચક્કર વધી શકે છે.

કર્ક

પોઝિટિવઃ– પિતા અથવા પિતા જેવા કોઇ વ્યક્તિ આજે તમને માર્ગદર્શન આપી શકે છે. આ સમયે ભાગ્ય તમારી સાથે છે જેના કારણે તમે ખુશ અને સંતુષ્ઠ રહેશો. આજે તમારા નક્ષત્ર જીવનની એક નવી શરૂઆત કરવાનો સંકેત કરી રહ્યા છે.

નેગેટિવઃ– આજે આકસ્મિક સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે અને આર્થિક નુકસાન થઇ શકે છે. તમારા માટે તણાવપૂર્ણ સ્થિતિ ઉત્પન્ન કરશે. આજે તમે કોઇપણ કાર્યને જવાબદારી પૂર્વક કરી શકશો.

લવઃ– પ્રિય વ્યક્તિ સાથે સમય વિતાવો.
વ્યવસાયઃ– જનસંપર્ક વધવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ મિશ્રિત ફળદાયી રહેશે.

સિંહ

પોઝિટિવઃ– આજે તમને સફળતા મળશે. પરિવર્તન મનુષ્ય માટે આગળ વધવાની એકમાત્ર રીત છે. બદલાવને અપનાવતાં શીખો. તમારા ગ્રહો આજે તમે પરિવારને મળશો તેવો સંકેત આપી રહ્યા છે.

નેગેટિવઃ– કોઇ પ્રકારનો વૈચારિક મતભેદ થાય નહીં તેનું ધ્યાન રાખો. ઘર-પરિવાર સાથે મધુર સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરો.

લવઃ– પાર્ટનર સાથે આજે સારા ક્ષણ વિતાવી શકશો.
વ્યવસાયઃ– આત્મવિશ્વાસ સાથે કરેલાં કાર્યોથી સારી સફળતા પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ– રાહુનો પ્રભાવ પ્રથમ ભાવથી ઓછો થઇ જવાથી તમે સારું અનુભવ કરશો.

કન્યા

પોઝિટિવઃ– દુનિયાની ગંદકી અને પાપથી પરેશાન થઇને તમે આજનો દિવસ આધ્યાત્મિક કાર્યોમાં લગાવી શકો છો. આજે તમારી માનસિક શક્તિઓ તમને પોત્સાહિત કરશે.

નેગેટિવઃ– થોડી સાવધાની રાખશો તો ખોટા ખર્ચ થશે નહીં. તમારા રોજના શેડ્યુઅલથી સમય કાઢીને ભવિષ્યમાં તમારે શું કરવું છે તેના વિશે વિચાર કરી લેવો.

લવઃ– જીવનસાથી સાથે તમારી મનઃસ્થિતિ વિશે ચર્ચા કરો.
વ્યવસાયઃ– ઉચ્ચ અધિકારી સાથે સંબંધ સારા થઇ જશે.
સ્વાસ્થ્યઃ– એકાગ્ર થઇને યોગ ક્રિયાની મદદ લો.

તુલા

પોઝિટિવઃ– તમે તમારો સમય કેવો અને કોની સાથે વ્યતીત કરવા માંગો છો, તે વિષયને લઇને તમે વધારે સિલેક્ટિવ રહી શકો છો. કોઇ એક ખાસ મિત્ર કે સમૂહ સાથે સંબંધ મજબૂત થવાની સંભાવના છે.

નેગેટિવઃ– તમારું મન વિચલિત થવાના કારણે કામકાજના ક્ષેત્રો ઉપર ખરાબ પ્રભાવ પાડી શકે છે. વધારે વિચારોના કારણે માનસિક અશાંતિ વધારે રહેશે. સમય પ્રમાણે ઠોસ નિર્ણય લેશો નહીં.

લવઃ– દાંપત્ય જીવન સુખ પૂર્વક ચાલતું રહેશે.
વ્યવસાયઃ– કરિયરની દ્રષ્ટિથી સમય સારો રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને સારું જાળવી રાખવામાં સફળ રહેશો.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આ સમય તમારી માટે ઘણો સારો રહેશે અને તમે ધન એકઠું કરી શકવામાં સફળ રહેશો. જો તમે થોડું સંભાળીને ચાલશો તો તમે બચત કરી શકશો અને તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવી શકશો.

નેગેટિવઃ– જવાબદારીઓના કારણે પણ તમે પરેશાન થઇ શકો છો. આર્થિક સ્થિતિમાં થોડાં મોટા બદલાવ થવાના યોગ છે. તમારી અપેક્ષાઓને સંતુલિત રાખવી પડશે.

લવઃ– પ્રેમ સંબંધને મધુર જાળવી રાખવાનો પ્રયાસ કરો.
વ્યવસાયઃ– વેપારીઓ માટે સમય સારો રહેશે.
સ્વાસ્થ્યઃ– આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો રહેશે.

ધન

પોઝિટિવઃ– તમારે તમારા કરિયરમાં ઉન્નતિના મહત્ત્વપૂર્ણ અવસર મળશે. જેના દ્વારા તમે જીવનમાં આગળ વધશો. આજે તમારે સમયનો ભરપૂર ઉપયોગ કરવો જોઇએ અને સામે આવતી દરેક અપોર્ચુનિટીનો લાભ ઉઠાવવો જોઇએ.

નેગેટિવઃ– વ્યવહારકુશળતા અને સહનશક્તિથી કામ લેશો તો મોટાભાગના મામલાઓ જલ્દી ઉકેલાઇ જશે. વિવાદની સ્થિતિ બની શકે છે. તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું.

લવઃ– કામ પ્રત્યે એકબીજાનો સહયોગ કરવાની ભાવના પ્રકટ કરો.
વ્યવસાયઃ– વિદેશી યાત્રાઓ પણ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવશે.

મકર

પોઝિટિવઃ– અનેક પ્રકારના રોચક વિચાર અને યોજનાઓ આજે બની શકે છે. કુંવારા લોકોના લગ્ન પણ નક્કી થઇ શકે છે. અચાનક ધનલાભ થઇ શકે છે. કામકાજ સાથે સંબંધિત સારા અને વ્યાવહારિક આઇડિયા તમારા દિમાગમાં આવશે.

નેગેટિવઃ– કામકાજમાં વધારે મહેનત સિવાય થોડી ઓછી સફળતા પણ તમને મળી શકે છે. કામ માટે જેટલી વધારે કોશિશ કરશો તમને તેટલી જ પરેશાનીનો અનુભવ થશે.

લવઃ– દાંપત્ય જીવન સારું રહેશે.
વ્યવસાયઃ– આજનો દિવસ વેપારી વર્ગ માટે ઘણો સારો રહેશે.
સ્વાસ્થ્યઃ– તમારું સ્વાસ્થ્ય આજે સારું રહેશે.

કુંભ

પોઝિટિવઃ– વિપરીત લિંગના વ્યક્તિઓ તમારાથી પ્રભાવિત થઇ શકે છે. મિત્રો પાસેથી મદદ મળતી રહેશે. જૂની ચિંતાઓ દૂર થઇ જશે. પોતાની ઉપર વધારે ધ્યાન આપો. નવા કપડાં ખરીદી શકો છો. તમારી સક્રિયતાનું સ્તર વધી શકે છે.

નેગેટિવઃ– આવક અને ખર્ચાના મામલે તમારે ધ્યાન આપવું પડશે. સફળતા માટે ધૈર્ય જરૂરી છે. પરિવારના થોડાં લોકોના કારણે તમે તમારી ઇચ્છાઓ પૂર્ણ કરી શકશો નહીં.

લવઃ– જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થવાથી બહારગામની યાત્રા થઇ શકે છે.
વ્યવસાયઃ– કામકાજ સાથે જવાબદારી પણ વધી શકે છે.
સ્વાસ્થ્યઃ– આજે તમારું આરોગ્ય નકારાત્મક સ્થિતિ આપનાર રહેશે.

મીન

પોઝિટિવઃ– દિમાગમાં અનેક પ્રકારના આઇડિયા આવી શકે છે. સામાજિત મેલજોલના અવસર મળી શકે છે. તમે બુદ્ધિથી તમારા કામ પૂર્ણ કરાવી શકો છો. દુશ્મનો ઉપર જીત મળી શકે છે. ધનલાભના યોગ છે.

નેગેટિવઃ– પરિવારમાં કોઇ કામથી અચાનક ભાગદોડ થઇ શકે છે. તમારા વિચારમાં જિદ્દ સામેલ રહેશે. કોઇ નવું કામ કરવાથી બચવું.

લવઃ– પ્રેમ જીવનમાં સ્થિરતાને મહેસૂસ કરશો.
વ્યવસાયઃ– તમારે સાવધાન રહેવું પડશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પરેશાન કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular