Saturday, September 25, 2021
Homeલીંબડી : ડો.બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને ફુલહાર કરી ઉજવણી...
Array

લીંબડી : ડો.બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને ફુલહાર કરી ઉજવણી કરવામાં આવી.

ભારતીય બંધારણના ઘડવૈયા એવા મહામાનવ એટલે બાબાસાહેબ આંબેડકર જેઓ ભારત રત્ન તરીકે પુજનીય છે. ત્યારે આજે બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતિ હોય ત્યારે લીંબડી શહેરના અલગ અલગ સંગઠનો અને સમાજના આગેવાનો દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવા આવ્યા હતાં.

બાઈટ : પીટર ચૌહાણ, જયભીમ ગ્રુપ.

ત્યારે કહેવામાં આવે તો લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીંબડી નગરપાલિકા સભ્યો જેમાં જાદવજીભાઈ મકવાણા, દલસુખભાઈ ચૌહાણ મુકેશભાઇ શેઠ, ત્યારે માનવ અધિકાર નિગરાની સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ, સહિતની ટીમ તેમજ લીંબડી જયભીમ ગૃપના પીટરભાઈ ચૌહાણ, દિપક મકવાણા, પ્રકાશ મકવાણા સહિતના લોકોએ આજે મહામાનવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતાં.

ત્યારે જયભીમ ગૃપ દ્વારા મહામાનવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને રોજ સાફસફાઈ કરવામાં આવે તેમજ સીસીટીવી કેમેરા સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. ત્યારે આવનાર તમામ લોકોના શબ્દસુર જયભીમ, બાબાસાહેબ અમર રહો જેવા સુત્રોચ્ચાર જોવા મળ્યા હતા. ત્યારે કોઈપણ પ્રકારની આજના પવિત્ર દિવસે ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં પણ‌ આવ્યો હતો.

 

 

રિપોર્ટર : કલ્પેશ વાઢેર, CN24NEWS, લીંબડી, સુરેન્દ્રનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments