લાખણી : વિજયાદશમી નીમીતે હિન્દવાણી રાજપુત સમાજ અને મહાકાલ સેના લાખણી દ્વારા શસ્ત્ર પૂજન કરવામા આવ્યુ .

0
352

સમગ્ર દેશમાં દશેરાના દિવસે અસ્ત્ર-શસ્ત્રની પૂજા કરતાં હોય છે. જેમાં તમામ પોતાના શસ્ત્રોની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરીને પરંપરાને પુરી કરતાં હોય છે. તેવીજ રીતે  લાખણી તાલુકાના ગેળા ગામ ખાતે આવેલી સરકારી માધ્યમિક શાળા મા હિન્દવાણી રાજપુત સમાજ અને મહાકાલ સેના લાખણી દ્વારા વારસાગત શસ્ત્રો ના પુજનનુ  આયોજન કરવામા આવ્યુ.

બનાસકાંઠા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ભલજીભાઈ રાજપુત અને બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ અને પાડણ ગામના સરપંચ ભરતસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ  નુ આયોજન કરવામા આવ્યુ હતુ કાર્યક્રમ ની શરુઆત દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનુ ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ પુરોહિત દ્વાર મંત્રો ચાર સાથે વારસાગત શસ્ત્રોનુ પુજન કરવામાં આવ્યું હતું

આ પ્રસગે બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ અને પાડણ ગામના સરપંચ ભરતસિંહ ગોહિલ એ રાજપૂત સમાજને સત્યના માર્ગે અડગ રહી સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા જેવા કાર્યો કરવા  આહવાન કર્યું હતું   તેમજ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ભલજીભાઈ રાજપુતે સમાજને રાજપૂતી ગુણો  જાળવીને પ્રજા કલ્યાણ માટેના કાર્યો  કરવા નુ આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં દિયોદર તાલુકા મહાકાલ સેના ના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી જેમાં ડાભી ભલજીભાઈ હીરાજીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી.

આ પ્રસગે બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ અને પાડણ ગામના સરપંચ ભરતસિંહ ગોહિલ, બનાસકાંઠા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ભલજીભાઈ રાજપૂત, ધાનેરા તાલુકા પ્રમુખ ગોવિંદસિંહ રાજપૂત, થરાદ તાલુકા મહાકાલ સેના પ્રમુખ ભરતસિંહ રાઠોડ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સાંચોર રેવતસિંહ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાસકાંઠા ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ, ગેળા ગામના ડેપ્યુટી સરપંચ એચ.પી.રાજપૂત, લાખણી તાલુકા મહાકાલસેના પ્રમુખ વિશાલસિંહ રાજપૂત, હેમુભા સોઢા તેમજ બહોળી સંખ્યામાં હિંદવાણી રાજપૂત સમાજના યુવાનો અને વડીલો તેમજ મહાકાલ સેનાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here