370 પર અરજી પર સુપ્રીમ કોર્ટે વકીલને બરાબરના ખખડાવતા કહ્યું- ‘આ તે કેવી બકવાસ.’

0
0

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયાના વિરોધમાં એક જનહિત અરજી પર સુપ્રેરેમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશે અરજીકર્તાને બરાબરના ખખડાવતા કહ્યું છે કે, જાણકારી વગર જ અને કેટલીક સૂચનાઓના આધારે દાખલ કરવામાં આવી છે.

દાખલ કરનારા વકીલ એમ એલ શર્માને સુપ્રીમ કોર્ટે બરાબર ઝાટક્યાં છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અરજીકર્તાને પૂછ્યું કે, આ તે કેવી અરજી છે. આટલા ગંભીર મુદ્દા પર બકવાસ રીતે અરજી દાખલ કરાઈ છે

સીજેઆઈએ અરજીકર્તા વકીલને બરાબર ફટકાર લગાવતા કહ્યું કે જનહિત અરજીની સાથે કોઈ એનેક્સર લગાવાયું નથી. હું તમારી અરજી અડધા કલાકથી વાંચવાની કોશિશ કરી રહ્યો છું. પરંતુ કશું સમજી શકતો નથી. તમારી પ્રેયર શું છે?…કશું ખબર નથી. તમે શું કહેવા માંગો છો…કઈ ખબર નથી?

આ સાથે જ ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, તમારી અરજી એવી નથી કે જેના પર સુનાવણી થઈ શકે. તમારી અરજી અમે ફગાવી દેત, પરંતુ આમ કરવાથી આ મામલે દાખલ કરાયેલી અનેક અરજીઓ પર તેની અસર પડશે. વાત જાણે એમ છે કે વકીલ એમએલ શર્માએ અરજીમાં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

અત્રે જણાવવાનું કે આજે સુપ્રીમ કોર્ટમાં કલમ 370 હટાવવાનો વિરોધ કરતી અરજી પર સુનાવણી હાથ ધરાઈ. કોર્ટે આ દરમિયાન સુનાવણી ટાળી અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ અરજીકર્તા એમએલ શર્માને ફરીથી અરજી દાખલ કરવાનું જણાવ્યું. જો અરજીકર્તા અરજી સુધારીને ફરીથી અરજી કરે તો તેના પર સુનાવણી આગામી અઠવાડિયે થઈ શકે છે. કલમ 370 પર કુલ 7 અરજી દાખલ કરાઈ છે. જેમાંથી 4 અરજીઓમાં સુપ્રીમકોર્ટને કમીઓ જોવા મળી.

સુપ્રીમ કોર્ટમાં આજે બે અરજીઓ પર સુનાવણી થઈ. પહેલી અરજીમાં કલમ 370 હટાવવાનો વિરોધ કરાયો છે. જ્યારે બીજી અરજીમાં પત્રકારો દ્વારા કાશ્મીરમાં સરકારી નિયંત્રણ હટાવાની માગણી કરાઈ છે. પહેલી અરજીમાં એમએલ શર્માએ જણાવ્યું છે કે સરકારે આર્ટિકલ 370 હટાવીને મનમાની કરી છે. તેમણે સંસદીય રસ્તો અપનાવ્યો નથી. રાષ્ટ્રપતિનો આદેશ ગેરબંધારણીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here