Monday, December 5, 2022
Homeગુજરાતઅમદાવાદના રિવરફ્રન્ટ પર કાદવ કિચડ વચ્ચે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

અમદાવાદના રિવરફ્રન્ટ પર કાદવ કિચડ વચ્ચે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા

- Advertisement -

ગુજરાતીઓને ગરબા રમવાની એટલી થનગનાટ હોય છે કે તેઓ કેવી પણ પરિસ્થિતિમાં ગરબા રમવા માટે તૈયાર થઈ જતા હોય છે અમદાવાદમાં મંગળવારે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રિવરફ્રન્ટ પર ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે રિવરફ્રન્ટ પર કર્ણાવતી ગરબાના યોજાયેલા ગ્રાઉન્ડમાં કાદવ કિચડ થઈ ગયો હતો. કાદવ કીચડ હોવા છતાં પણ ખેલૈયાઓને ગરબા રમવાનો એટલો થનગનાટ હતો કે તેઓએ કાદવ કિચડ વચ્ચે પણ ગરબા રમ્યા હતા. ખેલૈયા આવો નાનું નાનું ગ્રુપ બનાવી અને ગરબા રમ્યા હતા. ગ્રાઉન્ડની અંદર અને બહાર કાદવ કિચડ હોવા છતાં પણ ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે કેટલી ભીડ જોવા મળી હતી.

ગુજરાતીઓના સૌથી પ્રિય એવા નવરાત્રીના તહેવાર ની તેઓ આતુરતાથી રાહ જોતા હોય છે. કોઈપણ રીતે ગરબા રમવા માટે ખેલૈયાઓ તૈયાર હોય છે ત્યારે છેલ્લા બે દિવસથી બપોર બાદ અમદાવાદમાં વરસાદ પડે છે. જેના કારણે ખેલૈયાઓમાં ચિંતા ફેલાઈ જાય છે. મંગળવારે બપોરે સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદ પડવાના કારણે રિવરફ્રન્ટ પર બે જગ્યાએ ગરબા ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન થયું હતું. જેમાં કર્ણાવતી ગરબા ગ્રાઉન્ડમાં વરસાદના કારણે કાદવ કીચડ થઈ ગયો હતો આખા પાર્ટી પ્લોટમાં કાદવ કિચડ હતો. જો કે થોડા ભાગમાં કાદવ કિચડને દૂર કરી ખેલૈયાઓ રમે તે રીતે આયોજન કરવામાં આવ્યું હતું.

ગ્રાઉન્ડમાં ખૂબ જ માટી હોવાના કારણે દૂર થવાનો હતો છતાં પણ ખેલૈયાઓ ગરબા રમવા માટે એટલા આતુર હતા કે તેઓ વચ્ચેના ભાગમાં પણ મન મૂકીને ગરબા રમ્યા હતા. વરસાદ પડ્યો હોવાના કારણે રિવરફ્રન્ટ પર ગ્રાઉન્ડમાં બહારના ભાગે ખૂબ જ કાદવ કિચન થઈ ગયો હતો પાર્કિંગની જગ્યામાં પણ કાદવ કીચડ હતું જ્યારે ગ્રાઉન્ડમાં પણ કાદવ હોવા છતાં પણ ગરબામાં પ્રવેશ મેળવવા માટે લોકોની લાઈન લાગી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular