મહેસાણા : ઊંઝા ઉમિયા માતાજી મંદિર પરિસરમાં એક જ દિવસે 17 નવદંપતીએ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં.

0
30

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સમાજમાં દેખાદેખીથી લગ્નો પાછળ થતો અઢળક ખર્ચ, વ્યવહાર અને બિનજરૂરી રિવાજને નાબૂદ કરવા 42 વર્ષ પહેલાં 1978થી કાયમી સમૂહ લગ્નોત્સવ યોજનાનો પ્રારંભ કરાયો હતો. સંસ્થાન દ્વારા મંદિર પરિસરમાં સત્સંગ હોલ, ઉમેશ્વર હોલ, કમિટી હોલ અને ઉમિયા યાત્રીભવન એમ 4 જગ્યાએ સવાર, બપોર અને સાંજે લગ્ન માટેની વ્યવસ્થા કરાઈ છે.

કોરોનાની ગાઇડલાઇન સાથે લગ્ન યોજાયા

કોરોના મહામારીમાં સરકારની સંપૂર્ણ ગાઈડ લાઇન મુજબ મંદિરમાં થતાં લગ્નોએ 251નો આંક વટાવ્યો છે. ગત વર્ષે 393 લગ્નો યોજાયાં હતાં. આ વર્ષે 10 ડિસેમ્બરે એક જ દિવસે મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 17 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. જેમાં 5 લગ્ન ફૂલહારથી અને 12 લગ્ન સપ્તપદીના સાત ફેરા લઇને નવયુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. સંસ્થાનના માનદ મંત્રી પટેલ દિલીપભાઈ નેતાજીએ જણાવ્યું કે, માત્ર રૂ.1000માં ફુલહારથી અને રૂ.10,200માં સંસ્થાન નીતિ-નિયમ પ્રમાણે લગ્ન કરી આપવામાં આવે છે. ભોજન વ્યવસ્થા પણ કરી અપાય છે.

42 વર્ષમાં 1,03,689 દીકરીઓનું માતાજીની ચૂંદડી આપી સન્માન કરાયું

ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સમગ્ર ભારતમાં કોઈપણ ખૂણે વાલ્મિકી તેમજ નાયક સમાજ જો સમૂહલગ્ન કરે તો વિનામૂલ્યે નવદંપતીને પાનેતર (ચૂંદડી), કંકુપડો, ઉમિયા માતાજીનો ફોટો અપાય છે અને ઊંઝા મંદિર પરિસરમાં કોઈપણ સમાજ સમૂહલગ્નનું આયોજન કરે તો પ્લોટ નિજ સંસ્થાન દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. સંસ્થાન દ્વારા અત્યાર સુધીમાં 1,03,689 દીકરીઓનું માતાજીની ચૂંદડી આપી સન્માન કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here