‘ભૂલ ભુલૈયા 2’ના સેટ પર તબ્બુને Z પ્લસ કોરોના કવચ મળ્યું

0
10

કાર્તિક આર્યન, કિઆરા અડવાણી તથા તબ્બુ હાલમાં ‘ભૂલ ભુલૈયા 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન કાર્તિકે ફિલ્મના સેટની એક તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તબ્બુ એક ખાસ પ્રોટેક્ટરની પાછળ જોવા મળે છે. કાર્તિકે સો.મીડિયામાં પોસ્ટમાં કહ્યું હતું કે આ તબ્બુનું સ્પેશિયલ ઝેડ પ્લસ કોરોના બાયો બબલ છે. આમાંથી તે બહાર આવી શકે તેમ નથી.

તબ્બુ ગ્લાસ સ્ક્રીનની પાછળ ઊભી છે

વધુમાં કાર્તિકે કહ્યું હતું, ‘વેલકમ બેક તબ્બુજી. તેમણે બાયો બબલમાંથી બહાર આવવાની ના પાડી દીધી. તે પોતાનું પોર્ટેબલ ઝેડ પ્લસ + બાયો બબલ સેટ પર લઈને આવે છે.’ આ તસવીરમાં અનીસ બઝ્મી તથા કિઆરા પણ છે. તબ્બુનું આ સ્પેશિયલ કોરોના કવચ કાચનું બનેલું છે. મહારાષ્ટ્રમાં ફરીવાર કોરોના કેસમાં વધારો થયો ત્યારે તબ્બુએ આ રીતે બાયો બબલમાં રહેવાનું નક્કી કર્યું છે.

પહેલાં ચર્ચા હતી કે તબ્બુએ ફિલ્મ છોડી દીધી

ફિલ્મ મોડી શરૂ થવાને કારણે તબ્બુએ ફિલ્મ છોડી દીધી હોવાની ચર્ચા હતી. તે સમયે અનીસ બઝ્મીએ કહ્યું હતું કે તબ્બુએ ક્યારેય શૂટિંગની ના પાડી નથી. તે છેલ્લાં 10 મહિનાથી મુંબઈમાં નહોતા. કોવિડ 19ના વધતા કેસને કારણે તે પરિવાર સાથે લોનાવાલા સ્થિત ફાર્મહાઉસમાં હતા.

ઉલ્લેખનીય છે કે કાર્તિક તથા કિઆરાએ હાલમાં જ મનાલી શિડ્યૂઅલ પૂરું કર્યું હતું. આ ફિલ્મ 19 નવેમ્બરે રિલીઝ થશે.

નોંધનીય છે કાર્તિક આર્યન તથા કિઆરાની આ ફિલ્મ 2007માં આવેલી અક્ષય કુમાર અને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ની સિક્વલ છે. ઓરિજિનલ ‘ભૂલ ભુલૈયા’ રજનીકાંત સ્ટારર તમિળ હિટ ફિલ્મ ‘ચંદ્રમુખી’ની ઓફિશિયલ રિમેક હતી. જ્યારે ‘ચંદ્રમુખી’ ફિલ્મ ખુદ 1993ની મલયાલમ ફિલ્મ ‘મનીચિત્રથાઝુ’ (Manichitrathazhu)ની રિમેક છે, જેમાં મોહનલાલ અને શોબાના લીડ રોલમાં હતાં.

ગયા વર્ષે ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here