અમદાવાદ : ત્રીજા નોરતાના દિવસે ખેલૈયાઓ મન મૂકી ઝૂમ્યા, ગરબા ની રમઝટ

0
99

રાજ્યમાં વરસાદે વિરામ લેતા અમદાવાદ શહેર ખાતે ત્રીજા નોરતે ખેલૈયાઓ એ જોરદાર રમઝટ બોલાવી હતી અને ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઝૂમી ઉઠ્યાં હતાં. વરસાદ નહિવત હોવાના સમાચાર જાણીને ત્રીજા નોરતે જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યો છે તેમ તેમ ખેલૈયાઓનો મૂડ બદલાતો જોવા મળી હતો અને ખેલૈયાઓનું ઘોડાપુર રસ્તા પર ઉતરી આવ્યું હતું અને શહેર ના એસજી હાઈવે ખાતે આવેલ રંગત ખાતે શંકુઝ ના ગરબા માં ભારે સંખ્યામાં ગરબાના ખેલૈયાનો ઘસારો જોવા મળ્યો હતો અને પ્રખ્યાત ગાયિકા કિંજલ દવે દવારા ગરબાના સુર રેલાવતા સુર રેલાવતા  ખેલૈયાઓ પૂર-જોશમાં ગરબા રમતાં જોવા મળ્યા હતા. વિવિધ ગ્રુપ દવારા વિવિધ પ્રકારની ચણિયાચોળી અને અલગ અલગ થીમ પર ગરબા રમતા જોવા મળ્યા હતા.

મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી રહ્યા હતા વિવિધ  ગુજરાતી ગરબાના તાલે ખેલૈયાઓ રમતા જોવા મળ્યા હતા જ્યારે કિંજલ દવે ગીત ગાઈને ખેયૈલાઓનો ઉત્સાહ વધારી રહેતા જોવા મળી રહેલ હતું। ખાસ કરી વિવિધ ભરત ભરેલ ચણિયાચોળી સાથે યુવતીઓ સજ્જ બની હતી અને ખાસ ફુદરડી સાથે તો ક્યાંક લાઈટ સાથે ના અદભુત દેખાતા પોશાક સાથે તો ક્યાંક ગોળ ગોળ ફેરવતા છત્રી સાથે ખેલૈયા ઓ મન મૂકી ને ગરબા રમતા નજર આવી રહા હતા તો બીજી તરફ રાસલીલા 2019 ગરબા ખાતે પણ ગરબાના સૂરો રેલાયા હતા અને યુવા ધન મન મૂકી ગરબા રમવા હિલોળે ચઢ્યું હતું.

 

તો યુવા ધન ની સાથે સાથે બાળકો પણ મન મૂકી ગરબા રમતા નજરે જોવા મળી રહ્યા હતા ખાસ કરી મોરપીંછ સાથે ના વિવિધ ડ્રેસ પહેરી  ગરબા ના ગીતોના તાલે ગરબા રમતા નજરે જોવા મળ્યા હતા. ત્રીજું નોરતું વરસાદ નો વિરામ સાથે જ ગરબા ખેલૈયાંનું ઘોડાપુર શહેર ના એસજી હાઇવે ના પાર્ટી પ્લોટ્સ ખાતે ઉમડતું જોવા મળ્યું હતું અને ગરબા ખેલૈયાઓ માં ઉત્સાહ નો માહોલ સાથે ગરબા ના તાલે થનગનતા જોવા મળ્યું હતું। આવો જોઈએ અમદાવાદ ખાતે યોજાયેલ ત્રીજા નોરતા ના ગરબાની ખેલૈયાનો થનગનાટ કરતા ગરબાની ઝલક

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here