ફરજ : આઇસોલેશન વોર્ડમાંથી ઘરે જતા ડોક્ટરો ઘરે જઈને પણ અલગ રૂમમાં જ રહે છે

0
4

ગાંધીનગર : કોરોના વાઈરસનો ખતરો છતાં નૈતિક જવાબદારી સમજીને ડ્યુટી બજાવી રહ્યા છીએ. સતત 24 કલાક નોકરી કર્યા બાદ ઘરે જઇએ ત્યારે પરિવારના સભ્યો વચ્ચે સામાજિક અંતર રાખીએ છીએ. ઉપરાંત અલગ રૂમમાં રહીને જ ભોજન સહિતની દૈનિક કાર્ય કરતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોનાના દર્દીઓને સારવાર કરતા તબીબોએ જણાવ્યું છે. વૈશ્વિક મહામારી કોરોનાએ અનેક લોકોની જીંદગી ટુંકાવી દીધી છે. ત્યારે કોરોનાના દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સારવાર કરાય છે. કોરોનાના દર્દીઓની સારવાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગાઇડ લાઇન મુજબ કરાય છે. ત્યારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર મેડિકલ કોલેજના મેડિસીન વિભાગના એસોશિએટ પ્રોફેસર સહિતના આઠ તબિબો ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી બજાવી રહ્યા છે.

 

સતત 24 કલાક સુધી આઇસોલેશન વોર્ડમાં ડ્યુટી કરનારા તબીબોની સાથે કોરોનાના દર્દીઓની સારવાર કરતી વખતે તેમની માનસિક સ્થિતિ અંગે પુછ્યું હતું. જેમાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે કોરોનાની બિમારીનો ડર ખરો પરંતુ તેની સાથે સાથે બિમારીમાં સપડાયેલા દર્દીઓને મુક્ત કરવા તે અમારી પહેલી જવાબદારી છે. જ્યારે દર્દી કોરોનાની બિમારીમાંથી મુક્ત થાય ત્યારે એક સારૂ કામ કર્યાનો સંતોષ થતો હોવાનું તબિબોએ જણાવ્યું છે. કોરોનાનો વાયરસનો બાળકો અને વૃદ્ધો ઝડપી ભોગ બનતા હોય છે.

આથી પરિવારમાં માતા-પિતા, સાસુ-સસરા તેમજ બાળકો ચેપગ્રસ્ત થાય નહી તેનો ડર સતત સતાવતો હોય છે. આથી ડ્યુટી પૂરી થાય પછી ઘરે જઇએ ત્યારે પરિવારના સભ્યો સાથે અંતર રાખીએ છીએ. ઉપરાંત એક જ રૂમમાં એકલા રહીને ભોજન સહિતની દૈનિક કાર્ય કરતા હોવાનું તબીબોએ જણાવ્યું છે.  આઇસોલેશન વોર્ડમાં જતા પહેલાં ખાસ કીટ પહેરીએ છીએ. ત્યારબાદ વોર્ડમાં પ્રવેશદ્વારે જ સોલ્યુશનના પોતામાં અડધી મિનીટ સુધી ઉભા રહીને અંતર પ્રવેશ કરાય છે. ઉપરાંત વોર્ડમાં લઇ જવાની તમામ વસ્તુઓને સોલ્યુશનથી આઇસોલેટ કરવામા આવે છે.તેમ જણાવવામા આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here