Thursday, August 5, 2021
No menu items!
Home27 ઓગસ્ટનું રાશિફળ : ગુરુવારે મીન જાતકોએ ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ...
Array

27 ઓગસ્ટનું રાશિફળ : ગુરુવારે મીન જાતકોએ ભાગ્યની જગ્યાએ કર્મ ઉપર વિશ્વાસ કરવો, આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે

મેષ

પોઝિટિવઃ– આજે તમે તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. મિત્રો સાથે હરવા-ફરવા અને મનોરંજન સંબંધિત કાર્યોમાં સમય પસાર થશે.

નેગેટિવઃ– ખોટા કાર્યોમાં ખર્ચ વધારે થશે. કોઇ મિત્રની ધન દ્વારા મદદ કરવી પડી શકે છે. બાળકોની કોઇ વાતને લઇને મનમાં ચિંતા રહેશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ ઉપર તમારો ભાર રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધો મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે ગુસ્સો કરવો નહીં.

વૃષભ

પોઝિટિવઃ– તમારું સંપૂર્ણ ધ્યાન આર્થિક ગતિવિધિઓને મજબૂત બનાવવામાં રહેશે. ઘરમાં સુધાર સંબંધિત યોજનાઓ પણ બનશે. વાસ્તુના નિયમોનું પાલન કરશો તો યોગ્ય પરિણામ મળશે.

નેગેટિવઃ– કોઇ વિપરિત લિંગી વ્યક્તિને રૂપિયા ઉધાર આપતી સમયે સાવધાન રહો. કેમ કે, રૂપિયા પાછા મળવાની સંભાવના ખૂબ જ ઓછી છે.

વ્યવસાયઃ– આ સમયે તમે કાર્યક્ષેત્રમાં ધ્યાન આપી શકશો નહીં.

લવઃ– જીવનસાથી સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

મિથુન

પોઝિટિવઃ– રોજિંદા જીવનથી કંટાળીને આજે તમે તમારો સમય આરામ અને કળાત્મક સંબંધિત કાર્યોમાં વ્યતીત કરશો. તમારી ગુપ્ત પ્રતિભાઓનો ઉપયોગ કરીને તમે તમારી અંદર ફરી એક નવી ઊર્જાનો સંચાર કરશો.

નેગેટિવઃ– ક્યારેક તમારા મનમાં નકારાત્મક વિચાર ઉત્પન્ન થઇ શકે છે તથા કાકાના ભાઇ સાથે પણ સંબંધ મધુર જાળવી રાખવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપ સંબંધિત કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– મેડિટેશન અને યોગ પર વધારે ધ્યાન આપો.

કર્ક

પોઝિટિવઃ– હ્રદયની અપેક્ષાએ મનથી કામ લો. તમારી આવકના સાધનોમાં સુધાર આવશે. તથા આર્થિક ગતિવિધિઓ સુદઢ બનશે. કોઇપણ યોજના બનાવતાં પહલાં ઉતાવળ કરશો નહીં.

નેગેટિવઃ– ભાવુકતામાં નિર્ણય લેવો તમારા માટે નુકસાનદાયક રહેશે. ખોટાં ખર્ચ પણ આ સમયે વધારે થઇ શકે છે.

વ્યવસાયઃ– તમે કોઇ નવા કામને શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો સમય સારો છે.

લવઃ– કોઇપણ પ્રકારની અસમંજસની સ્થિતિમાં જીવનસાથીની સલાહ તમારા આત્મબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– નેગેટિવિટી હાવિ થઇ શકે છે.

સિંહ

પોઝિટિવઃ– સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ તમારી રાશિમાં વિરાજમાન થઇને તમને ભરપૂર ઊર્જા અને આત્મવિશ્વાસ પ્રદાન કરી રહ્યા છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં સંપૂર્ણ રીતે મહેરબાન છે.

નેગેટિવઃ– ક્યારેય તમારો ઈગો અને અતિ આત્મવિશ્વાસ તમને સમાજથી અલગ કરી દશે. સંતાનની ગતિવિધિઓ અને સંગત ઉપર પણ નજર રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ– આજે કોઇ વ્યક્તિ સાથે પાર્ટનરશિપ કરશો નહીં.

લવઃ– જીવનસાથી સાથે થોડો તણાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ– સાંધામાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

કન્યા

પોઝિટિવઃ– આજે તમારો મોટાભાગનો સમય બહારની ગતિવિધિઓમાં વ્યતીત થશે. થોડાં નવા લોકો સાથે સંપર્ક પણ સ્થાપિત થશે. કોઇ નજીકના સંબંધિના ઘરે ધાર્મિક આયોજનમાં જવાનો અવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– ખોટી મિત્રતાથી અંદર જાળવી રાખો કેમ કે, તેમાં નુકસાન સિવાય કંઇ જ મળશે નહીં. સંતાન ઉપર વધારે નિયંત્રણ રાખશો નહીં.

વ્યવસાયઃ– પારિવારિક વ્યવસાયમાં ઉન્નતિ થઇ શકે છે.

લવઃ– જીવનસાથીનો પરિવારની વ્યવસ્થા જાળવી રાખવામાં પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– એસિડિટી અને ગેસની સમસ્યા રહેશે.

તુલા

પોઝિટિવઃ– તમે તમારી મહત્ત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ભરપૂર મહેનત કરી રહ્યા છો અને તમાં તમે સફળ પણ થશો. આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં પણ તમારું સંપૂર્ણ ધ્યાન રહેશે.

નેગેટિવઃ– યુવા વર્ગ જલ્દી ધની થવાની ઇચ્છામાં કોઇપણ ખોટા રસ્તાનો ઉપયોગ કરે નહીં. ધૈર્ય રાખીને તમારા કાર્યોને સંપન્ન કરતાં રહો.

વ્યવસાયઃ– વર્તમાન વ્યવસાય સાથે સંબંધિત કંઇક નવું કરવાની યોજના બની રહી હોય તો તેના અંગે વિચાર કરો.

લવઃ– જીવનસાથીનો સહયોગ તમારા અનેક કાર્યોમાં મદદ કરશે.

સ્વાસ્થ્યઃ– વાહન સાવધાની પૂર્વક ચલાવો.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજે તમે કોઇપણ કાર્યને પોતાની ચાણક્ય નીતિ દ્વારા સંપન્ન કરવામાં સક્ષમ રહેશો. આર્થિક સ્થિતિ વધારે સારી જળવાયેલી રહેશે. આ સંબંધોનો ભરપૂર લાભ ઉઠાવો.

નેગેટિવઃ– વિતેલી જૂની વાતો સાથે સંબંધિત કોઇ મુદ્દો ફરી ઊભો થઇ શકે છે. જેના કારણે તણાવ વધશે.

વ્યવસાયઃ– ઘરના વડીલોનો સહયોગ તમારા અનેક સમસ્યાઓનો ઉકેલ કરી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– હાઇજીનિક રહેવું જરૂરી છે.

ધન

પોઝિટિવઃ– તમારો આદર્શવાદી તથા મર્યાદાપૂર્ણ સ્વભાવ સમાજમાં તમારું માન-સન્માન જાળવી રાખશે. તમારું ધ્યાન આધ્યાત્મ સંબંધિત કોઇ વાતને ઊંડાણપૂર્વક જાણવા માટે ઉત્સુક રહેશે.

નેગેટિવઃ– સંતાનનો નકારાત્મક પ્રભાવ તથા ગતિવિધિઓ પરેશાનીનું કારણ બની શકે છે. આ સમયે તમારા આવકના સાધન જળવાયેલાં રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ– સ્વજનો પાસેથી વધારે આશા રાખશો તો તમારા માટે થોડી પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– કોઇ પ્રકારની એલર્જી કે ઇન્ફેક્શનની સંભાવના છે.

મકર

પોઝિટિવઃ– પ્રત્યેક કાર્યને કરતાં પહેલાં તેના અંગે યોજનાબદ્ધ રીતે વિચાર વિમર્શ કરવો તમારા માટે મદદગાર સિદ્ધ થશે. વિદેશ જવાના ઇચ્છુક વ્યક્તિઓ માટે શુભ સૂચના પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– ક્યારેક વધારે વિચાર કરવામાં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓ હાથમાંથી સરકી શકે છે. આ સમયે ઘરમાં કોઇ વાતને લઇને તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાય સંબંધી જે બદલાવ લાવવાની કોશિશ કરી રહ્યા છો તેમાં કોશિશ કરતાં રહો.

લવઃ– ઘરની સમસ્યાઓને લઇને પતિ-પત્ની વચ્ચે વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– હાઇજીનિક રહો અને પોતાનો ઇલાજ યોગ્ય રીતે કરાવો.

કુંભ

પોઝિટિવઃ– તમે રોજિંદા કાર્યોથી કંટાળીને પોતાની કળાત્મકતા અને રમત-ગમત સંબંધિત રસમાં સમય વ્યતીત કરશો. આજે તમારો મોટાભાગનો સમય ઘરની બહાર પસાર થશે.

નેગેટિવઃ- આ સમયે ઘરની વ્યવસ્થા ઉપર ધ્યાન આપવું જરૂરી છે. તમારી બેદરકારી બાળકોને અભ્યાસ તરફથી ભટકાવી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં તમારા સંપર્ક સૂત્રો અને માર્કેટિંગથી નવા પ્રોજેક્ટ પ્રાપ્ત થશે.

લવઃ– પતિ-પત્ની બંને પોત-પોતાના કાર્યોમાં વ્યસ્ત રહેવાના કારણે એકબીજાને સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ અને ગળું ખરાબ થવાની સમસ્યા રહેશે.

મીન

પોઝિટિવઃ– ભાગ્યની અપેક્ષાએ કર્મ ઉપર વિશ્વાસ કરવો તમને ઉપલબ્ધિઓ પ્રદાન કરશે. જેના દ્વારા તમારું ભાગ્ય મજબૂત થશે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– આ સમયે તમારે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે. મામા પક્ષ સાથે તમારા સંબંધોમાં ખટાસ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– પબ્લિક ડીલિંગ અને એજ્યુકેશન સાથે સંબંધિત વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા થશે.

સ્વાસ્થ્યઃ– પિત્ત સંબંધિત સમસ્યા થઇ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments