Thursday, August 5, 2021
No menu items!
Home28 જુલાઈનું રાશિફળ : મંગળવારે મિથુન જાતકોને આત્મિક સુખની પ્રાપ્તિ થશે, કોઇ...
Array

28 જુલાઈનું રાશિફળ : મંગળવારે મિથુન જાતકોને આત્મિક સુખની પ્રાપ્તિ થશે, કોઇ શુભચિંતકના આશીર્વાદ પ્રાપ્ત થશે

મેષ

પોઝિટિવઃ– મેષ રાશિના વ્યક્તિ ઉર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. આજે તમે કોઇપણ મુશ્કેલ કામને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવશો.

નેગેટિવઃ– તમારા નજીકના સંબંધિઓ ઉપર વિશ્વાસ રાખવો તમારા માટે લાભદાયક રહેશે. આ સમયે તમે તમારા ગુસ્સાવાળા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ– કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે.

લવઃ– પતિ-પત્નીમાં સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– ખાનપાનમાં સંતુલન જાળવી રાખવું.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– જો ઘરની સજાવટ સંબંધિત કોઇ રૂપરેખા બનાવી રહ્યા છો અથવા ગાડી ખરીદવાનો વિચાર છે તો આજે પરિવારના લોકો સાથે મળીને યોજના બનાવો.

નેગેટિવઃ– તમે તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. ક્યારેક તમારા મન પ્રમાણે કામ ન બને તો તમે અસહજ થઇ જશો અને તમારા સ્વભાવમાં ગુસ્સાની ભાવના ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ– નોકરિયાત લોકોને કોઇ પ્રકારનું બોનસ કે ઉન્નતિ મળવાની સંભાવના છે.

લવઃ– ઘર સંબંધિત કોઇપણ કાર્યને કરવામાં પારિવારિક સભ્યોને નિર્ણય અવશ્ય લેવો.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશરની પરેશાની સાથે સંબંધિત લોકો પોતાનું ધ્યાન રાખે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– આજનો દિવસ અન્ય લોકોની મદદ અને સહયોગમાં વ્યતીત થશે. જેનાથી તમને પણ આત્મિક સુખની પ્રાપ્તિ થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ અને શુભકામનાઓ તમને વરદાન તરીકે પ્રાપ્ત થશે

નેગેટિવઃ– મિથુન રાશિના લોકો વાતચીતમાં નિપુણ હોય છે પરંતુ આજે કોઇ સાથે વાતચીત કરતી સમયે સાવધાન રહો.

વ્યવસાયઃ– જમીન જાયદાદ સંબંધિત વ્યવસાયમાં કોઇ મોટી ડીલ થવાની સંભાવના છે.

લવઃ– લગ્ન સંબંધમાં કોઇ વાતનો ખુલાસો દાંપત્ય જીવન ઉપર પ્રભાવ પડી શકે છે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારી થઇ શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– તમારી વિનમ્રતાના કારણે સંબંધિઓ અને સમાજમા માન-સન્માન જળવાયેલું રહેશે. આજે પણ તમે કોઇપણ મુશ્કેલ કાર્યને સમજી-વિચારીને અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ– કોઇ નજીકના વ્યક્તિ સાથે અચાનક કોઇ મુદ્દે વાદ-વિવાદ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં વધારે સાવધાન રહેવું પડશે.

લવઃ– ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય અંગે બેદરકારી ન કરવી.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજે મોટાભાગનો સમય હાસ-પરિહાસમાં અને મનોરંજન સંબંધિત કાર્યોમાં વ્યતીત થશે. તમારી વ્યસ્તતાના કારણે તમે સંબંધિઓ અને મિત્રોને સમય આપી શકશો નહીં.

નેગેટિવઃ– ધન સંબંધિત કાર્યો અંગે વાદ-વિવાદ થવાની સંભાવના છે. તમે તમારી આર્થિક ગતિવિધિઓ ઉપર ધ્યાન રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં અનુકૂળ ફાયદો મળવાની સંભાવના છે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– આયુર્વેદિક વસ્તુઓનું વધારે સેવન કરો.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આજે તમે તમારા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરશો અને તેનો ફાયદો મળવાના પણ યોગ છે. ઘરમાં કોઇ નજીકના મિત્ર કે સંબંધીના આવવાથી વાતાવરણ આનંદમયી બનશે.

નેગેટિવઃ– સંતાનની કોઇ ગતિવિધિને લઇને ચિંતા રહેશે. કોઇ વિશ્વાસી મિત્ર સાથે વિચાર-વિમર્શ કરવાથી સમસ્યાનું સમાધાન પણ મળશે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં વધારે કાર્ય અને કોઇ નવી જવાબદારી મળી શકે છે.

લવઃ– પારિવારિક મુશ્કેલીઓ ધીમે-ધીમે ઉકેલાઇ જશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– થોડા વિશિષ્ટ લોકો સાથે સંપર્ક બનવાથી તમારી વિચાર શૈલીમાં આશ્ચર્યજનક પરિવર્તન આવશે. આ સમયે આર્થિક સ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ– કોઇ નજીકના વ્યક્તિ દ્વારા ખોટી તમારી આલોચના કરવાના કારણે તમારી આશા તૂટવાથી મન નિરાશ થઇ શકે છે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપના વ્યવસાયમાં પારદર્શિતા જાળવવી જરૂરી છે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યમાં નબળાઇ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– તમારા પોઝિટિવ વિચાર તમારા માટે નવી ઉપલબ્ધિઓનું નિર્માણ કરી રહ્યાં છે. તમે તમારા કામ પ્રત્યે વધારે જાગરૂત રહો અને એકાગ્રતા તમારી આર્થિક સ્થિતિમાં સુધાર લાવશે.

નેગેટિવઃ– તમારી યોજનાઓને તમારા મિત્રો અને સંબંધીઓ સામે વ્યક્ત કરશો નહીં. કોઇપણ વાત લીક થવાથી તમારું કામ બનશે નહીં.

વ્યવસાયઃ– નોકરિયાત લોકોએ રૂપિયા અંગે લેવડ-દેવડ સાવધાનીપૂર્વક કરવી.

લવઃ– લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે તમે તમારી અંદર ભરપૂર ઊર્જાનો અનુભવ કરશો. કોઇ અસંભવ કાર્ય અચાનક જ બનવાથી મન પ્રસન્ન રહેશે અને થોડાં સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધા અને બેચેનીથી મુક્તિ મળશે.

નેગેટિવઃ– તમારી વસ્તુ, દસ્તાવેજ વગેરે સંભાળીને રાખો. કોઇ પ્રકારની ચોરી થવાની કે ખોવાઇ જવાની સંભાવના છે. ક્યારેક-ક્યારેક તમારો વિચલિત સ્વભાવ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– કોઇપણ પ્રકારના કોર્ટ કેસ સંબંધિત મામલો ઉકેલાઇ શકે છે.

લવઃ– તમે વિના કારણે તણાવ વધારી શકો છો.

સ્વાસ્થ્યઃ– ખાનપાન વ્યવસ્થિત રાખો.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– તમારા વ્યક્તિગત મામલાઓનો ખુલાસો બહાર કરશો નહીં. કોઇપણ કાર્ય ગુપ્ત રીતે કરવાથી તમને સફળતા મળી શકે છે. વડીલોનો આશીર્વાદ અને સહયોગ તમારા માટે વધારે સહાયક રહેશે.

નેગેટિવઃ– ઘરની દેખરેખ, સજાવટ સંબંધિત કાર્યોને કરવાની યોજના બની રહી છે તો તમે તમારા બજેટનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– બહારના ક્ષેત્ર સાથે સંબંધિત વ્યવસાય સફળતા પ્રદાન કરશે.

લવઃ– સંતાનના કરિયર સાથે સંબંધિત કોઇ શુભ સમાચાર મળવાથી ઘરનું વાતાવરણ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ– ગેસ, એસિડિટીના કારણે શરીરમાં સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– કોર્ટ કેસ સંબંધિત કોઇ કાર્યવાહી ચાલી રહી છે તો આજે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો. સફળતા તમારા પક્ષમાં રહેશે. સાથે જ, થોડાં સમયથી જે કાર્યોમાં વિઘ્ન આપી રહ્યાં હતાં તેનાથી છુટકારો મળી શકે છે.

નેગેટિવઃ– આર્થિક સ્થિતિને યોગ્ય રાખવા માટે તમારે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ કરવું પડશે. થોડાં લોકો તમારી ઉપલબ્ધિઓથી ઇર્ષ્યા કરશે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં માર્કેટિંગ સંબંધિત કાર્યો ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ– પતિ-પત્નીના સંબંધો સારા રહેશે.

સ્વાસ્થ્યઃ– ડિપ્રેશનની સ્થિતિ બનશે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– તમારા વ્યક્તિત્વ સંબંધિત થોડી પોઝિટિવ વાતો લોકો સામે આવી જવાથી તમારી સામાજિક સીમા વધશે અને માન-સન્માન પણ થશે.

નેગેટિવઃ– થોડી નકારાત્મક પ્રવૃતિના લોકો તમારું નુકસાન કરવાની કોશિશ કરી શકે છે. આજે બહારના સંપર્ક અને યાત્રા વગેરે સ્થગિત જ રાખો.

વ્યવસાયઃ– તમારા માન-સન્માનને દાગ લાગી શકે છે.

લવઃ– પારિવારિક જીવન ઠીક રહેશે

સ્વાસ્થ્યઃ– રૂટિન ચેકઅપ કરાવવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments