Monday, January 24, 2022
HomeChildren's Day 2020 : જાણો, વિશ્વભરના દેશોમાં કયા દિવસે બાલ દિવસ મનાવવામાં...
Array

Children’s Day 2020 : જાણો, વિશ્વભરના દેશોમાં કયા દિવસે બાલ દિવસ મનાવવામાં આવે છે?

ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂના જન્મદિવસને ચિલ્ડ્રન્સ ડે તરીકે મનાવવામાં આવે છે. બાળકો માટે પણ આ એક ખાસ દિવસ હોય છે કારણ કે આ એક દિવસે તેમની પ્રતિભા, લાગણીઓ અને ઉત્સાહને સમર્પિત હોય છે. પરંતુ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરના દેશોમાં વિભિન્ન દિવસો પર બાળ દિવસ મનાવવામાં આવે છે. જાણો, વિશ્વભરના કેટલાક એવા દેશના ચિલ્ડ્રન ડે વિશે…

વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે

બાળકોની અંદર પ્રતિભા અને તેમની લાગણીઓનો ઉત્સવ મનાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 1954માં વિશ્વભરના રાષ્ટ્રોને ભલામણ કરી અને આ હેતુ માટે તમામ દેશોએ એક દિવસ નક્કી કરવો જોઇએ. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, ‘બાળ દિવસને વિશ્વભરમાં ભાઇચારા અને સમજના પ્રતીક સ્વરૂપે જોવામાં આવશે અને આ બાળકોના કલ્યાણને પ્રોત્સાહન આપવાનો અવસર મળશે.’ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રત્યેક વર્ષ 20 નવેમ્બરના દિવસે વર્લ્ડ ચિલ્ડ્રન્સ ડે મનાવવામાં આવે છે.

ચીનનો બાલ દિન

ચીનમાં 1 જૂનના દિવસે ચિલ્ડ્રન્સ ડે મનાવવામાં આવે છે. બાકી રાષ્ટ્રોની જેમ અહીં પણ આ એક મહત્ત્વપૂર્ણ દિવસ છે અને આ દિવસે બાળકો માટે કેટલાય પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

એક દેશ, બે બાલ દિવસ

બાલ દિવસને અહીં કિન્ડરટેગના નામથી ઓળખવામાં આવે છે. સત્તાવાર રીતે અહીં 20 સપ્ટેમ્બરે બાલ દિવસ મનાવવામાં આવે છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે લોકો અહીં વર્ષમાં બે વાર બાલ દિવસ મનાવે છે. હકીકતમાં સંયુક્ત રાષ્ટ્રની ઘોષણા સમયે જર્મની દેશ બે ભાગમાં વહેંચાયેલું હતું- પૂર્વી જર્મની અને પશ્ચિમી જર્મની. 20 સપ્ટેમ્બરે પશ્ચિમી જર્મની દ્વારા બાલ દિવસ મનાવવામાં આવે છે અને પૂર્વી જર્મની દ્વારા 1 જૂનના દિવસે ચિલ્ડ્રન્સ ડે મનાવવામાં આવે છે.

મૈક્સિકોનું અલ ડિયા ડેલ નિનો

મૈક્સિકોમાં દર વર્ષે 30 એપ્રિલના દિવસે ચિલ્ડ્રન્સ ડે મનાવવામાં આવે છે જેને અહીં અલ ડિયા ડેલ નિનોના નામથી ઓળખવામાં આવે છે. અહીં બાલ દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 1925માં થઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular