વિશ્વ પર્યાવરણ દિવસે મફતમાં તુલસીના છોડ લેવા લોકો અંધાધૂંધી ઉમટી પડતા

0
6

કોરોનાની મહામારીમાં ઓક્સિજનની ઉભી થયેલી અછતના કારણે લોકોમાં વૃક્ષોનો ઉછેર કરવાના ઉસ્તાહમાં વધારો થયો છે. અને તેમાં કોરોનાની ચાલી રહેલી મહામારી વચ્ચે આવેલા વિશ્વ પર્યાવરણ દિવસના પગલે લોકોમાં વૃક્ષો વાવવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિન નિમીત્તે વડોદરા વન વિભાગ દ્વારા વિના મુલ્યે તુલસીના છોડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ, વન વિભાગમાં આયોજનના અભાવને કારણે અંધાધૂંધી સર્જાઇ હતી. તુલસીના છોડ લેવા માટે ઉમટી પડેલા લોકો નર્સરીમાંથી મનફાવે તે રીતે તુલસીના છોડ લઇ ગયા હતા.

નર્સરીમાં અંધાધૂંધી અને અધિકારીઓ મંત્રીઓના કાર્યક્રમમાં વ્યસ્ત

વિશ્વ પર્યાવરણ દિન નિમીત્તે વન વિભાગ દ્વારા કારેલીબાગ બાલ ભુવન પાસે આવેલ વન વિભાગની નર્સરીમાંથી તુલસીના છોડ વિનામુલ્યે આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જે જાહેરાતના પગલે સવારથી લોકો છોડ લેવા માટે નર્સરી ખાતે ઉમટી પડ્યા હતા. પરંતુ, વન વિભાગ દ્વારા કોઇ આયોજન ન હોવાના કારણે લોકો મન ફાવે તે રીતે નર્સરીમાં ઘૂસીને છોડ લઇ ગયા હતા. અધિકારીઓ વડોદરા ખાતે વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવેલા મંત્રીઓના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણે આ સ્થિતી સર્જાઇ હોવાનું મનાય છે.

વિનામુલ્યે તુલસીના છોડ લેવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા.
વિનામુલ્યે તુલસીના છોડ લેવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા.

 

ઠેર-ઠેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

બીજી બાજુ આજે વડોદરામાં પર્યાવરણવાદીઓ, સંસ્થાઓ, સરકારી કચેરીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાણીની બચત થાય અને વૃક્ષો ઝડપી મોટા થાય તેવી અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા વૃક્ષોનું વાવેતર કરતા પાપર્યાવરણવાદી ઋત્વિક પુરોહિત દ્વારા આજે પોતાના વિસ્તારમાં વિનામુલ્યે છોડનું વિતરણ કરીને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી હતી. ઋત્વિક પુરોહિતે જણાવ્યું હતું કે, દિવસે-દિવસે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. ત્યારે જો આવનારા સમયમાં વૃક્ષોનું જતન નહિં કરીએ તો જીવન જીવવું મુશ્કેલ થઇ જશે.

લોકો નર્સરીમાંથી મનફાવે તે રીતે તુલસીના છોડ લઇ ગયા હતા.
લોકો નર્સરીમાંથી મનફાવે તે રીતે તુલસીના છોડ લઇ ગયા હતા.

 

વૃક્ષો બચાવો, વૃક્ષો વાવો, જંગલો બચાવો, પાણી બચાવો સાથે પ્રદર્શન

વડોદરાની ઓલ ઇન વન સંસ્થા દ્વારા છેલ્લા દસ વર્ષથી ગ્રીનેથોનના નામે ગ્રીન, ક્લિન અને હેલ્ધી સંદેશા સાથે વિશ્વ પર્યાવરણની ઉજવણી કરવામાં આવે છે. આજે કમાટીબાગ ખાતે ઓલ ઇન વન ડેવલોપમેન્ટના ડાયરેક્ટર અમી રાવત, નરેન્દ્ર રાવત સહિત સંસ્થાના કાર્યકરો દ્વારા પર્યાવરણની જનજાગૃતિ લાવતા બેનરો, પોસ્ટરો, ચિત્રો, સ્લોગનો જેવા કે, વૃક્ષો બચાવો, વૃક્ષો વાવો, જંગલો બચાવો, પાણી બચાવો સાથે પ્રદર્શન કર્યું હતું. સંસ્થા દ્વારા આયોજીત આ પ્રદર્શને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું.

વન વિભાગના અધિકારીઓ મંત્રીઓના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી અંધાધૂંધીની સ્થિતિ સર્જાઈ.
વન વિભાગના અધિકારીઓ મંત્રીઓના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી અંધાધૂંધીની સ્થિતિ સર્જાઈ.

 

ડોન બોસ્કો સ્કૂલમાં રોજ પર્યાવરણ દિવસની ઉજવણી

વડોદરાની ડોન બોસ્કો સ્કૂલના ફાધર ટોનીએ જણાવ્યું હતું કે, વરસાદી પાણીનો સંચય, સૂર્ય ઉર્જા, જૈવિક કચરાનો નિકાલ, વૃક્ષોનું વાવેતર અને તેનો ઉછેરનો સમન્વય કરીને બાળકોમાં સંસ્કારના રૂપમાં તેની આદત કેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી સ્કૂલમાં બાળકોના અભ્યાસ સાથે પર્યાવરણના પાઠ પણ ભણાવવામાં આવી રહ્યા છે. અમારી સ્કૂલમાં સોલાર દ્વારા વીજળી મેળવવામાં આવે છે. અમારો મુખ્ય ધ્યેય આપણે પ્રકૃતિમાંથી જેટલું લઇએ તેટલું જ પ્રકૃતિને પરત કરવું અનિવાર્ય છે. જે બાબતને ધ્યાનમાં રાખીને અમે રોજ પર્યાવરણ દિવસ ઉજવીએ છે.

વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.
વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.

 

કસ્તુરબા કન્યા છાત્રાલયમાં વૃક્ષારોપણ કરાયું

હરીજન સેવક સંઘ સંચાલિત કસ્તુરબા કન્યા છાત્રાલયમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂર્વ મેયર ડો. જતીન મોદી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી અનુસુચીત મોરચા દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિન નિમીત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here