વેસ્ટઇન્ડીઝ સામે વિશ્વ કપ ટૂર્નામેન્ટમાં ભારતે પોતાનું વિજય અભિયાન ચાલુ રાખ્યું છે. આ ક્રમ છે ક 1996થી ચાલ્યો આવે છે. ભારતીય ટીમે કૈરિયબિયાઈ ટીમને વર્લ્ડ કપ 2019ની લીગ મેચમાં 125 રનોથી હરાવી હતી. અને ટીમની આ જીતમાં ઝડપી બૉલર મોહમ્મદ શમીએ પણ મોટું યોગદાન આપ્યું છે. મોહમ્મદ શમીએ વેસ્ટઇન્ડીઝની 4 મહત્વની વિકેટો ઝડપી હતી. આ વિશ્વ કપમાં શમીની આ બીજી મેચ હતી અને તેને સતત બીજી મેચમાં 4 વિકેટ લીધી છે. શમીએ ફક્ત 2 મેચમાં જ 8 વિકેટ ઝડપી દીધી છે.
વિરાટ કોહલીને મળ્યો ‘મેન ઑફ ધ મેચ’નો એવૉર્ડ
આ વિશ્વ કપમાં આ બીજીવાર હતુ જ્યારે શાનદાર પ્રદર્શન કરવા છતા શમી ‘મેન ઑફ ધ મેચ’ ચુકી ગયો. શમીએ અફઘાનિસ્તાન સામે હેટ્રિક સહિત 4 વિકેટ ઝડપી હતી, પરંતુ એ મેચમાં પણ તેને ‘મેન ઑફ ધ મેચ’નો એવૉર્ડ મળ્યો નહોતો. તો એકવાર ફરી વેસ્ટઇન્ડીઝ સામે પણ શમીએ શાનદાર બૉલિંગ કરીને 4 વિકેટ ઝડપી, પરંતુ તેને ‘મેન ઑફ ધ મેચ’ મળી નહોતી.
શમીએ કર્યું કેરિયરનું બેસ્ટ પ્રદર્શન
વર્લ્ડ કપમાં 2019માં શમીએ પોતાની બીજી જ મેચમાં કેરિયરનું બેસ્ટ પ્રદર્શન કર્યું છે. શમીએ વેસ્ટઇન્ડીઝ સામે 6.2 ઑવરમાં 16 રન આપીને 4 વિકેટ ઝડપી છે. આ પહેલા શમીનું બેસ્ટ પ્રદર્શન પાકિસ્તાન સામેનું હતુ. વર્ષ 2015માં વિશ્વ કપમાં પાકિસ્તાન સામે શમીએ 35 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.