Monday, January 13, 2025
Homeછબરડો / સરકારી કાર્યક્રમમાં ફરી એક વખત નીતિન પટેલ ભૂલાયા
Array

છબરડો / સરકારી કાર્યક્રમમાં ફરી એક વખત નીતિન પટેલ ભૂલાયા

- Advertisement -

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ સરકારી કાર્યક્રમોમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિમંત્રણ પ‌િત્રકામાં નામ પ્રસિદ્ધ કરવાનું એક યા બીજા કારણસર ભૂલી રહ્યા છે. ઇન્કમટેકસ જંક્શન પર ફલાય ઓવરબ્રિજના લોકાર્પણને લગતી નિમંત્રણ પત્રિકામાંથી નીતિન પટેલના ગાયબ થયું હતું.જોકે આ બાબત ચર્ચાસ્પદ બનતાં તંત્રએ ફરીથી તેમના નામનો સમાવેશ કરતી નિમંત્રણ પ‌િત્રકા પ્રસિદ્ધ કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

આજે સાંજે તેઓ શહેરના ઇન્કમટેકસ ચાર રસ્તા પર બનેલા ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. આ ફલાય ઓવરબ્રિજ ૮૦પ મીટર લાંબો, ૧૯.પ મીટર પહોળો તથા ૧૮ મીટર કેરેજ-વે પહોળાઇ ધરાવે છે. બ્રિજના નીચેના ભાગે ઉસ્માનપુરા એપ્રોચ અને બાટા એપ્રોચમાં પાર્કિંગની વ્યવસ્થા કરાઇ હોય તેનાથી અંદાજે ૧૭પ ફોર વ્હીલર અને ૪પ૦ ટુ વ્હીલર પાર્ક થઇ શકશે.આ ઉપરાંત તેઓ નારણપુરામાં આવેલા નવનિર્મિત ડી.કે. પટેલ કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કરશે. આ હોલમાં ગ્રાઉન્ડ ફલોર પર ૭પ૦ વ્યક્તિની ક્ષમતા ધરાવતો એસી હોલ, પહેલા માળે બે એસી હોલ બનાવાયા છે.

આ ઉપરાંત આ હોલમાં ર૬ર વિદ્યાર્થીઓ બેસી વાંચી શકે તેવી ક્ષમતા ધરાવતી લાઇબ્રેરી પણ બનાવાઇ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે સાંજે ૪-૩૦ કલાકે ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યા બાદ આશ્રમરોડ પરના દિનેશ હોલમાં જાહેર સભા સંબોધશે. આ ઉપરાંત આવતી કાલે વહેલી સવારે જગન્નાથજીના મંદિરે મંગળા આરતીમાં પરંપરાગત રીતે હાજરી આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular