બિહારના મધુબની વિસ્તારના પત્રકારની હત્યાનો પ્રયાસ, એકની ધરપકડ થઇ

0
16

પટણા, તા. 29 જુલાઇ 2019, સોમવાર

બિહારના મધુબની વિસ્તારના પંડોલ પોલીસ સ્ટેશનની હદમાં રવિવારે રાત્રે એક સ્થાનિક પત્રકાર પર ગોળીબાર કરીને એની હત્યાનો પ્રયાસ થયો હતો. પોલીસે એક હુમલાખોરની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો હતો.

પ્રદીપ મંડલ નામના આ પત્રકાર પંડોલથી હાટીગાંવ તરફ આવી રહ્યા હતા ત્યારે એના પર હુમલો થયો હતો એમ પોલીસે કહ્યું હતું. છેલ્લા થોડા સમયથી બિહારમાં પત્રકારો પર સતત હુમલા થતા રહ્યા છે.

ઇજાગ્રસ્ત પત્રકાર ડીસીએમએચ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. એની સ્થિતિ ગંભીર હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું. હુમલો થવાના કારણની તપાસ પોલીસ કરી રહી હતી. હાલ વધુ માહિતી આપવાનો પોલીસે ઇનકાર કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here