Tuesday, March 18, 2025
HomeગુજરાતBHUJ : બિદડાથી ગળપાદર પહોંચેલા અઢી લાખનાં દારૂ સાથે એક ઝડપાયો

BHUJ : બિદડાથી ગળપાદર પહોંચેલા અઢી લાખનાં દારૂ સાથે એક ઝડપાયો

- Advertisement -
ગાંધીધામનાં ગળપાદર સીમમાં આવેલી વાડી પર પોલીસે દરોડો પાડી દારૂની ૩૭૦ બોટલો સાથે ગળપાદરનાં એક શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે દારૂ મંગાવનારા ગળપાદરનાં બે શખ્સો પોલીસને હાથ આવ્યા ન હતા. જેથી પોલીસે કુલ પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કુલ ૧૨ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કચ્છ એલ. સી. બી ની ટીમને બાતમી મળી હતી કે, ગાંધીધામનાં ગળપાદરમાં રહેતા બે શખ્સો સાગર ઈશ્વરદાસ લશ્કરી અને જયેશ બીજલભાઈ બકુત્રાએ માંડવીનાં બિદડામાં રહેતા સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા પાસેથી વેચાણ અર્થે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે. જે દારૂનો જથ્થો અંજારનાં વરસામેડીમાં રહેતો સન્ની સરદાર ક્રેટા કાર નં જીજે ૧૨ ડીએમ ૩૨૧૪માં ભરી લઇ આવી સાગર લશ્કરીનાં મકાન નજીક જ આવેલી વાડીની ઓરડીમાં ઉતારી રહ્યો છે. જે સચોટ બાતમી આધારે પોલીસે વાડી પર દરોડો પાડયો હતો. જે દરોડામાં પોલીસે ભારતીય બનાવટની વિદેશી શરાબની ૩૭૦ બોટલો જેની કુલ કિંમત રૂ. ૨,૫૧,૪૬૮નો મુદ્દામાલ સાથે ગળપાદરમાં જ રહેતા હિતેન ભરતભાઈ વિરડાને ઝડપી પાડયો હતો.જ્યારે દારૂ મંગાવનાર સાગર અને જયેશ સ્થળ પર હાજર મળ્યા ન હતા.પોલીસે દારૂ સાથે બે કાર અને એક સ્કૂટી એક બાઈક સહીત કુલ રૂ. ૧૨,૦૧,૪૬૮નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જેથી પોલીસે દારૂ મંગાવનાર સાથે લઇ આવનાર અને દારૂ મોકલનાર વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી તેમને ઝડપી પાડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular