એક ભાઈએ રેપ પછી પંચાયતના દબાણમાં નિકાહ કર્યા, બીજાએ વિદાઈના નામે દુષ્કર્મ કર્યું

0
5

એક ભાઈએ પહેલા રેપ કર્યો પછી પંચાયતના દબાણમાં નિકાહ કર્યા. બીજા ભાઈ વિદાઈ કરાવવાના બહાને પછી આબરૂની ધૂળધાણી કરી ગયો. રેપ પછી જેનું તન જ નહીં, આત્મા પણ લોહીલુહાણ થઈ ગયો હોય, દુષ્કર્મની બીજી ઘટનાએ તેને જીવતી લાશ જ બનાવી દીધી. ઈન્સાફ માટે આજે તે ઠેર-ઠેર ભટકી રહી છે. આ સમગ્ર મામલો બિહારના નરકટિયાગંજના શિકારપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામનો છે. પીડિતાની ફરિયાદ શિકારપુર પોલીસ સ્ટેશને ન સાંભળી તો તે કોર્ટની શરણે ગઈ. કોર્ટે ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસ સ્ટેશને આરોપીઓ વિરુદ્ધ FIR દાખલ કરી છે. જોકે બંને ભાઈઓ હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને પીડિતા ઈન્સાફ માટે છેલ્લા એક માસથી પોલીસ સ્ટેશનનાં ચક્કર લગાવી રહી છે.

યુવતીએ જ લૂંટાવી યુવતીની આબરૂ

FIRમાં પીડિતાએ જણાવ્યું હતું કે બે વર્ષથી ધુમનગર ગદિયાની ટોલા નિવાસી ચંગેઝ ખાં તેની શારીરિક સંબંધ બનાવવા માટે તેની છેડતી કરતો હતો, જેને કારણે તેને સ્કૂલે જવાનું બંધ કરી દીધું. થોડા દિવસ બાદ એ ગામમાં જ સિલાઈ શીખવા જવા લાગી. જ્યારે આરોપી યુવકને ખ્યાલ આવ્યો તો તે સિલાઈ કેન્દ્ર પર પહોંચીને હથિયારોના જોરે તેને ધમકાવવા લાગ્યો, જેની ફરિયાદ તેને એ સમયે શિકારપુર પોલીસને કરી હતી. પોલીસે યુવકને પકડવા માટે તેના ઘરે પણ ગઈ હતી, પરંતુ યુવક ફરાર થઈ ગયો હતો. એ સમયે પણ યુવક વિરુદ્ધ કોઈ જ કેસ દાખલ ન થયો.

4 એપ્રિલ 2020ના રોજ યુવતી પોતાના પાડોશમાં રહેતી એક યુવતીની સાથે સિલાઈ કેન્દ્ર જઈ રહી હતી. દગાથી તે યુવતી તેને પોતાના ઘરે લઈ ગઈ અને તેને રૂમમાં બંધ કરી દીધી. એ રૂમમાં પહેલેથી જ ચંગેઝ ખાં હાજર હતો. તેને યુવતીની સાથે દુષ્કર્મ કર્યું અને છરો દેખાડતા આ વાત કોઈને ન કરવાની ધમકી આપી. જ્યારે પીડિતાએ પોતાના પરિવારને તમામ વાત જણાવી તો તે લોકો આરોપીના ઘરે પહોંચ્યા, જ્યાં પંચાયતના માધ્યમથી મામલો એ એમ કહીને સંકેલી દીધો કે આરોપી યુવકની સાથે યુવતીના લગ્ન કરાવવામાં આવશે. 11 મેના રોજ રેપ પીડિતાની સાથે આરોપી યુવકના નિકાહ પઢવામાં આવ્યા, પરંતુ તે પોતાના સાસરે ન જઈ શકી.

ઘર બન્યા પછી સાસરે લઈ જશે એવો વાયદો કર્યો હતો

પીડિતાએ જણાવ્યું હતું કે નિકાહ પછી તેના પતિ તેમજ તેના ઘરના લોકો બોલ્યા કે હજુ ઘર બની રહ્યું છે. ઘર બની જશે એ પછી વિદાઈ કરાવીને તને લઈ જવાશે. હાલ તું તારા પિયરમાં જ રહે. તેને પિયરમાં રહીને જ મેટ્રિકની પરીક્ષા આપી અને તેની રાહ જોવા લાગી. આ વચ્ચે તેનો પતિ તેને એક વખત મળવા પણ ન આવ્યો.

વિદાઈ કરાવવાના નામે દેવરે પણ આબરૂ લૂંટી

પીડિતાએ આગળ જણાવ્યું, વિદાઈ ન થઈ હોવાને કારણે તેના પરિવારના લોકો પરેશાન હતા. આ વચ્ચે પીડિતાનો દેવર અંગેજ ખાં તેના ઘરે પહોંચ્યો અને કહ્યું, તારી વિદાઈ માટે તેના પરિવારના લોકો નહીં આવે, કેમ કે દબાણમાં આવીને તેના ભાઈએ લગ્ન કર્યા છે. રાત્રે તે ત્યાં જ રોકાયો અને તેને પણ વિદાઈ કરાવવાના નામે યુવતીની સાથે દુષ્કર્મ કર્યું. જતા સમયે તેણે પણ ધમકી આપી કે આ વાત કોઈને જણાવીશ તો તે ક્યાંયની નહીં રહે. લોકલાજને કારણે એ સમયે તેને આ વાત પોતાના ઘરના લોકોને ન જણાવી.

જાન્યુઆરી 2021માં આરોપીઓએ પોતાના ઘરે લઈ જવાનો ઈનકાર કરી દીધો

પીડિતાએ જણાવ્યું, જ્યારે તેના પિતાએ આરોપીઓના ઘરે જઈને વિદાઈ કરાવવાની વાત કરી તો તેમણે તેમને ધક્કા મારીને કાઢી મૂક્યા અને યુવતીનો સ્વીકાર કરવાનો ઈનકાર કરી દીધો. એ બાદ તે પોલીસ સ્ટેશન પહોંચી, પરંતુ ત્યાં પણ તેને નિરાશા જ મળી અને પોલીસ સ્ટેશને કોઈ જ કાર્યવાહી ન કરી. એ બાદ તે કોર્ટમાં ગઈ અને શિકારપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી. પીડિતાએ વધુમાં જણાવ્યું કે 6 ફેબ્રુઆરી 2021નાં રોજ FIR દાખલ થઈ, પરંતુ હજુ સુધી તેની ધરપકડ થઈ નથી. બંને ભાઈ હવે તેને મારી નાખવાની ધમકી આપે છે.

પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે કહ્યું, આરોપીઓની ધરપકડ ટૂંક સમયમાં જ થશે

શિકારપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંદીપ ગોલ્ડીએ જણાવ્યું હતું કે પીડિતાની સાથે મુલાકાત થઈ છે, તેનું નિવેદન લેવામાં આવ્યું છે. કેસ અંતર્ગત વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here