કોરોના વાયરસ : લોકડાઉન : ચીખલી : ક્વોરી ઉદ્યોગ બંધ રહેતા એક કરોડ રૂપિયાનો વીજ કંપનીને ફટકો

0
158
ચીખલી : ચીનથી પ્રસરેલો કોરોના વાયરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે તેનાથી બચવા માટે સરકાર દ્વારા ૨૧ દિવસનો લોકડાઉન કરવામાં આવ્યો છે. ભારત દેશમાં જેના પગલે સમગ્ર ભારત દેશમાં રહેતા લોકો ઘરમાં જ રહીને કોરોના વાયરસને માત આપી રહ્યા છે. જેના પગલે દેશ ભરમાં ઉદ્યોગ જગત તેમજ સરકારી કર્મચારી તેમજ તમામ પ્રકારના ઉદ્યોગ પર બ્રેક લાગી ગઈ છે.
૨૧ દિવસ લોક ડાઉનમાં ક્વોરી ઉદ્યોગ બંધ રહેતા ગુજરાત સરકાર વીજ કંપની ને એક કરોડ રૂપિયાનો મોટો ફટકો પડયો છે. 
જ્યારે કોરોના વાયરસની મહામારીમાં ચીખલી તાલુકાની જનતા તેમજ મોટા ભાગના ઉદ્યોગ જગતના માલિકોએ બંધ પાડી સરકાર દ્રારા કરવામાં આવ્યું લોક ડાઉનને સમર્થન આપી રહ્યા છે. જ્યારે સમગ્ર ઉદ્યોગ જગત બંધ રહેતા ચીખલીમાં લાખો રૂપિયાની વીજ કંપનીને કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે. જ્યારે જાણકારી પ્રાપ્ત મુજબ ચીખલીમાં આવેલી આશરે  ૭૦ જેટલી કવોરી ઉદ્યોગ ૨૧ દિવસ લોક ડાઉનમાં બંધ રહેતા આશરે એક કરોડ રૂપિયાનો ગુજરાત વીજ કંપનીને ફટકો પડશે.
રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here