દાહોદ: ગરબાડા : ગુંગરડીમાં એક જ પરિવારની ચાર દીકરીના પાટાડુંગરી તળાવમાં ડૂબવાથી મોત

0
0

ગરબાડા. ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના માળ ફળિયાના એક જ પરિવારની ચાર દીકરીઓના તળાવમાં ડૂબવાથી મોત થયા છે. આ ચારેય દીકરીઓ બકરા ચરાવવા પાટાડુંગરી તળાવમાં ગઈ હતી. જ્યાં નદીના તટ વિસ્તારમાં ન્હાવા પડતાં ડૂબી જવાથી મોત થયા છે. ગુંગરડી ગામના માળ ફળીયાના કનુ ભાભોર, હરમલ ભાભોર, ઉદેસિંગ ભાભોર, કમલેશ ભાભોર વરસાદ સારો પડી જતા વાવેતર કરવા ખેતરે ગયા હતા. જ્યારે આ 4 ભાઈની દીકરીઓ બકરા ચરાવવા ઘરેથી પાટાડુંગરી તળાવમાં ગઈ હતી. ત્યાર બાદ બકરા ચરાવતા ચરાવતા ચારેય દીકરીઓ પાટાડુંગરી તળાવને મળતી ખરોડ નદીના તટમાં ન્હવા પડતા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

સ્થાનિક તરવૈયાઓ ત્રણ ચાર કલાકની શોધખોળ બાદ રાત્રે મૃતદેહ બહાર કાઢ્યાં

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર બાળકીઓ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ફળિયાના માણસો સાથે શોધખોળ કરવા નીકળ્યા હતા. જ્યાં પાટાડુગરી તળાવમાં છોકરીઓના કપડા બહાર પડેલા હતા. જેને પગલે ગામ લોકો સાથે પાણીમાં શોધખોળ ચાલુ કરી હતી,ત્રણ ચાર કલાકની શોધખોળ બાદ સ્થાનિક તરવૈયાઓએ રાત્રે સૌપ્રથમ પાયલ કનુભાઈ (ઉં.વ.12 )પછી મિતલ હરમલભાઈ ભાભોર (ઉં.વ. 11), જોશનાબેન ઉદેસિંગભાઈ (ઉં.વ. 10) નીલમબેન કમલેશભાઈ ભાભોર (ઉં.વ. 8) ઉંડા પાણીમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. આ ચારેય દીકરીના સ્વજનોએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. એક સાથે ચાર ચાર દીકરીઓના મોતથી ગામમાં ગમગીન  છવાઇ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here