- Advertisement -
ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ATS સાથે રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા એક ઈસમની અટકાયત કરીને પૂછતાજ શરૂ કરવામાં આવી છે. નવસારી શહેરમાં આવેલા હિદાયત નગરમાં રહેતો અબ્દુલ કાદિર સૈયદ નામના શખ્સની ATSએ અટકાયત કરીને સુરત લઈ જવામાં આવ્યો છે.જેમાં તેની સંભવિત રીતે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ મામલે પૂછતાછ શરૂ કરાઈ છે.
દ.ગુજરાત માંથી કુલ 2 ઈસમોની અટકાયત થઈ છે.1 સુરત અને 1 ઈસમ નવસારી જિલ્લાનો હોવાની માહિતી મળી છે.આ મુદ્દે નવસારી જિલ્લા પોલીસ મૌન સેવ્યું છે.અગાઉ પણ થોડા દિવસ પહેલા NIA એ ડાભેલમાં દરોડા પાડયા હતા.