સુરેન્દ્રનગર: લખતર હાઈવે પર સર્જાયો અકસ્માત, એકનું મોત

0
17

રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગરથી સામે અવી છે. સુરેન્દ્રનગરમાં લખતર હાઈવે પર કાર રોડ પર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતુ. જયારે ત્રણ વ્યક્તિઓ ને ઈજા થઇ હતી.

મળતી મહિતી અનુસાર સુરેન્દ્રનગરમાં લખતર હાઈવે પર કાર રોડની સાઈડ પર ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું ધટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. જયારે ત્રણ વ્યક્તિઓ ને ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

લોકો દ્રારા પોલીસને જાણ કરાઈ હતી. ઘટના સ્થળે પહોચી પોલીસે વધુ તપાસ હાથ ઘરી હતી.