લાખણી : કાતરવા નજીક ડમ્પર અને બાઈક અકસ્માતમાં એકનું મોત

0
0

લાખણી : કોરોનાને કારણે ચાલી રહેલા લોકડાઉન વચ્ચે પણ લાખણી પંથકમાં ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. ગત મોડીસાંજે ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે બાઇક ચાલક રેતી નીચે દટાઇ જતાં તાત્કાલિક અસરથી જેસીબી મશીન મંગાવી તેનો મૃતદેહ બહાર નિકાળવામાં આવ્યો હતો. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના કાતરવા ગામે પાસે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગત મોડી સાંજે ડીસા તરફથી રેતી ભરીને થરાદ તરફ જઇ રહેલા ડમ્પર નં.RJ-46-GA-3752 તથા લાખણીથી નાનાકાપરા જઇ રહેલા બાઇક નં.GJ-08-CB-3002 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે નાના કાપરા ગામના ઠાકોર ભરતભાઇ(ટીનો) જોગાજી (ઉ.વ.રપ)નું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. અકસ્માતને લઇ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે જેસીબી મશીનની મદદથી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here