કોરોના વર્લ્ડ : WHOએ કહ્યું- 24 કલાકમાં એક લાખ 6 હજાર કેસ નોંધાયા, તેમા 66% કેસ અમેરિકા, રશિયા, બ્રાઝીલ અને ભારતમાં નોંધાયા

0
8
  • વિશ્વભરમાં અત્યાર સુધીમાં 50.85 લાખ કેસ, 3.29 લાખના મોત
  • અમેરિકામાં એક દિવસમાં 1561 મોત, મૃત્યુઆંક 95 હજાર પહોંચ્યો

ન્યૂયોર્ક. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 50 લાખ 85 હજાર 504થી વધારે કેસ નોંધાય ચૂક્યા છે. 3 લાખ 29 હજાર 731 લોકોએ જીવ ગુમાવ્યા છે. 20.22 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ 24 કલાકમાં 1 લાખ 6 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એડહોનમ ગેબ્રિયેસિયસે ચેતવણી આપી છે કે મહામારી આપણી વચ્ચે લાંબો સમય રહેનાર છે. તેમણે ઓછી અને મધ્યમ આવક ધરાવનાર દેશમાં સંક્રમણ વધવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વમાં જટેલા લોકો પ્રભાવિત છે, તેનાથી વધારે સંક્રમિત છે. કારણે કે  મોટાભાગના લોકોનો તપાસ રિપોર્ટ આવ્યો નથી. ટેડ્રોસે કહ્યું કે 24 કલાકમાં જે નવા કેસ નોંધાણા છે તેમાં 66 ટકા કેસ અમેરિકા, રશિયા, બ્રાઝીલ અને ભારતમાં નોંધાયા છે.

અમરિકામાં એક દિવસમાં 1561 મોત

અમેરિકામાં અત્યાર સુધીમાં 15.92 લાખ કેસ નોંધાયા છે. જેમાં 95 હજાર લોકોના મોત થયા છે. અમેરિકામાં એક દિવસમાં 1561 લોકોના મોત થયા છે. અને 21 હજાર 408 નવા કેસ નોંધાયા છે.બે મહિનાના શટડાઉન પછી 50 રાજ્ય ધીમે ધીમે ખોલવામાં આવી રહ્યા છે. બુધવારે કનેક્ટિકટ પહેલું રાજ્ય બન્યું જેણે અમુક શરતો સાથે રેસ્ટોરાં અને દુકાનો ખોલવાની પરવાનગી આપી છે.

ટ્રમ્પે મિશિગન અને નેવાડા વિસ્તારમાં ફંડિંગ રોકવાની ધમકી આપી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમા મેઈલ દ્વારા વોટિંગની યોજના બનાવવાને લઈને મિશિગન અને નેવાડા વિસ્તારના ફંડિંગને રોકવાની ધમકી આપી છે. ટ્રમ્પે ટ્વિટ કર્યું કે મિશિગન લાખો લોકો માટે ગેરકાયદેસર રીતે મતદાનપત્ર મોકલી રહ્યુ છે, નેવાડા મતપત્રો દ્વારા બોગસ મત મોકલીને મોટા પ્રમાણમાં છેતરપિંડીનો માહોલ બનાવી રહ્યું છે. જોકે મિશિગનના રાજ્ય સચિવ જોસલિન બેંસને આરોપને ફગાવી દીધા છે.રશિયામાં 3 લાખ 8 હજાર 705 કેસ નોંધાયા છે, જ્યારે 2972 લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અહીં  2 લાખ 93 હજાર 357 કેસ નોંધાય છે અને 18 હજાર 894 લોકોના મોત થયા છે.

દક્ષિણ આફ્રિકામાં બે દિવસના બાળકનું મોત

દક્ષિણ આફ્રિકામાં બે દિવસના નવજાત બાળકનું મોત થયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ દેશમાં કોરોનાથી પહેલા બાળકનુ મોત થયું છે. માતા કોરોના પોઝિટિવ હતી અને બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધીમાં 18 હજાર કેસ નોંધાયા છે અને 339 લોકોના મોત થયા છે.

ચીનમાં બે નવા કેસ નોંધાયા

ચીનમાં બે નવા કેસ નોંધાયા છે. જેમાં એક વિદેશી નાગરિક છે. ચીનમાં 82 હજાર 967 કેસ નોંધાય છે અને 4634 લોકોના મોત થયા છે.

આર્જેન્ટિનામાં 474 નવા કેસ નોંધાયા
આર્જેન્ટિનામાં કોરોનાના 9283 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 474 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 403 લોકોના મોત થયા છે.

આજે કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 15,91,991 94,994
રશિયા 308,705 2,972
બ્રાઝીલ 293,357 18,894
સ્પેન 279,524 27,888
બ્રિટન 248,293 35,704
ઈટાલી 227,364 32,330
ફ્રાન્સ 181,575 28,132
જર્મની 178,531 8,270
તુર્કી 152,587 4,222
ઈરાન 126,949 7,183
ભારત 112,028 3,434
પેરુ 104,020 3,024
ચીન 82,967 4,634
કેનેડા 80,142 6,031
સાઉદી અરબ 62,545 339
મેક્સિકો 56,594 6,090
બેલ્જિયમ 55,983 9,150
ચીલી 53,617 544
પાકિસ્તાન 45,898 985
નેધરલેન્ડ 44,447 5,748
કતાર 37,097 16
બેલારુસ 32,426 179
સ્વીડન 31,523 3,831
સ્વિત્ઝરલેન્ડ 30,658 1,892

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here