Friday, December 3, 2021
Homeકાનપુર એન્કાઉન્ટર : મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબે પર એક લાખનું ઇનામ, એક...
Array

કાનપુર એન્કાઉન્ટર : મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબે પર એક લાખનું ઇનામ, એક સાથીની ધરપકડ

ગેંગસ્ટર વિકાસ દુબેના સાથીદાર દયાશંકર અગ્નિહોત્રીની ધરપકડ

એન્કાઉન્ટરમાં આઠ પોલીસ જવાનોની શહાદતનો જવાબદાર ગુનેગાર ગુનેગાર વિકાસ દુબે મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની શ્રેણીમાં સામેલ થયો છે. પોલીસે ઈનામની રકમ 50 હજારથી વધારીને એક લાખ કરી છે. બીજી તરફ પોલીસે તેના 21 સાથીદારોની ઓળખ કરી છે, જેમાં મોડીરાત્રે એક સાથીની ધરપકડ કરી છે.

કાનપુર પોલીસે બિકરૂ ગામમાં પોલીસ ટીમ પર હુમલો કરનારા ગેંગસ્ટર વિકાસ દુબેના સાથીદાર દયાશંકર અગ્નિહોત્રીની ધરપકડ કરી છે. કાનપુર પોલીસ અને દયાશંકર વચ્ચે આજે વહેલી સવારે 4:40 કલાકે કલ્યાણપુર થાણા ક્ષેત્રમાં અથડામણ થઈ હતી જેમાં દયાશંકરને પગમાં ગોળી વાગી હતી. ઉત્તર પ્રદેશ પોલીસે દયાશંકર અગ્નિહોત્રીના માથે 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કરેલું હતું.

વિકાસ દુબેએ પોતે બંદૂક વડે પોલીસ પાર્ટી પર કર્યું હતું ફાયરિંગ

કાનપુર પોલીસ સાથે અથડામણ બાદ પકડાયેલા વિકાસ દુબેના સાગરીત દયાશંકરે પોલીસ તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. દયા શંકરે જણાવ્યું છે કે અથડામણ દરમ્યાન વિકાસ દુબેએ પોતે બંદૂક વડે પોલીસ પાર્ટી પર ફાયરિંગ કરી રહ્યો હતો. આ બંદૂક દયાશંકરના નામે હતી.

દયાશંકરે જણાવ્યું કે વિકાસ દુબેએ 25 થી 30 લોકોને બોલાવ્યા હતા. જેમની પાસે ગેરકાયદે દારૂગોળો અને હથિયારો હતા. દયાશંકરે વધુમાં જણાવ્યું હતું કે પોલીસ સાથે અથડામણ થઇ તે પહેલા વિકાસને એક ફોન આવ્યો હતો. જે પોલીસ સ્ટેશનથી આવ્યો હતો. દયાશંકરે જણાવ્યું કે વિકાસ દુબેની તેના સાથીદારો સાથે બેઠક ગામના એક બગીચામાં થતી હતી અને વિકાસ પોતાના સાથીઓને ફોન કરી બોલાવતો હતો.

જણાવી દઈએ કાનપુરના બિકરૂ ગામમાં આઠ પોલીસ કર્મચારીના મોત માટે જવાબદાર વિકાસ દુબેનું પગેરૂં મેળવવા પોલીસ આભ જમીન એક કરી રહી છે. પોલીસે વિકાસ દુબેના માથે રાખવામાં આવેલા ઈનામની રકમ 50,000થી વધારીને 1 લાખ રૂપિયા કરી દીધી છે. જો કે હજુ સુધી પોલીસને વિકાસ દુબે અંગે કોઈ જ જાણકારી નથી મળી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments