Sunday, November 28, 2021
Homeઅમદાવાદ : મેડિકલ એસોસિએશનની વધુ એક અરજી, ગુજરાત હાઈકોર્ટેમાં AMA નો સરકારને...
Array

અમદાવાદ : મેડિકલ એસોસિએશનની વધુ એક અરજી, ગુજરાત હાઈકોર્ટેમાં AMA નો સરકારને પડકાર

દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ભારતમાં કોરોના આંકડો 10 લાખને પાર કરી ગયો છે ત્યારે ગુજરાતમાં પણ દિનપ્રતિદિન કેસમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે ખાસ કરીને રેટિંગ રેટ ઓછો કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનની વધુ એક અરજી દાખલ કરવામાં આવી છે.

ગુજરાતમાં કોરનાના સંક્રમણને લઈને કંઈક રંધાઈ રહ્યુ હોવાની વાત વારંવાર ચર્ચામાં આવે છે ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિેશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે જેમાં ગુજરાત સરકારને કોરોના ટેસ્ટ અંગે પડકારતી વાત રજૂ કરવામાં આવી છે.

અમદાવાદ મેડિકલ એસોસિયેશને હાઇકોર્ટમાં વધુ એક અરજી કરી છે. AMAએ કહ્યું કે ગુજરાતમાં 39 લેબોરેટરી એવી છે જયાં હજુ પણ કોરોનાના ટેસ્ટ થતા નથી. કોરોનાના ટેસ્ટ ન થવાથી સંક્રમણ વધી રહ્યું છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ટેસ્ટ ઓછા થાય છે. વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments