Thursday, April 18, 2024
Homeવધુ એક બેન્ક પર લાગ્યો પ્રતિબંધ, આટલા પૈસા જ ઉપાડી શકશે ખાતાધારકો.
Array

વધુ એક બેન્ક પર લાગ્યો પ્રતિબંધ, આટલા પૈસા જ ઉપાડી શકશે ખાતાધારકો.

- Advertisement -

Reserve Bank of India એ વધુ એક કો ઓપરેટિવ બેન્ક પર પ્રતિબંધ લગાવ્યા છે. RBI એ ગુનાની Garha Co-operative Bank Ltd પર 24 ફેબ્રુઆરીનું કામકાજ બંધ થયા બાદ પ્રતિબંધો લાગુ કરવાના આદેશ આપી દીધા છે. RBI ના આદેશ મુજબ બેન્ક મેનેજમેન્ટ રિઝર્વ બેન્કની લેખિત મંજૂરી વગર કોઈ પણ પ્રકારની ગ્રાંટ આપી શકશે નહીં, કોઈ નવી લોન આપી શકશે નહીં અને ન તો લોન રિન્યૂ કરી શકશે.

RBI એ લગાવ્યો બેન્ક પર પ્રતિબંધ

Garha Co-operative Bank Ltd મેનેજમેન્ટ કોઈ નવું રોકાણ કરી શકશે નહીં, કોઈ પણ પ્રકારની ડિપોઝિટ્સ લેવા ઉપર પણ રોક લગાવી દેવાઈ છે. બેન્ક મેનેજમેન્ટ રિઝર્વ બેન્કના આદેશ સુધી ન તો કોઈ સંપત્તિ વેચી શકે કે ન તો ટ્રાન્સફર કરી શકે. બેન્ક પર આ પ્રતિબંધ 24 ફેબ્રુઆરી 2021 બાદ 6 મહિના સુધી લાગુ રહેશે. જેની સમીક્ષા પણ કરવામાં આવશે.

જમાકર્તા 50,000 રૂપિયા સુધી ઉપાડી શકશે

Garha Co-operative Bank Ltd ની હાલની નાણાકીય હાલત જોતા રિઝર્વ બેન્કે જમાકર્તાઓ માટે 50000 રૂપિયાની વિથડ્રોઅલ લિમિટ નક્કી કરી છે. એટલે કે બધા બચત ખાતા, ચાલુ ખાતા, કે બીજા અન્ય કોઈ પણ ખાતામાંથી 50 હજારથી વધુ રકમ કાઢી શકાશે નહી. જો કે રિઝર્વ બેન્કે ખાતરી અપાવી છે કે બેન્કના 99.40 ટકા ડિપોઝિટર્સના પૈસા DICGC ઈન્શ્યોરન્સ સ્કીમ હેઠળ સુરક્ષિત છે.

લોકોએ ગભરાવવાની જરૂર નથી

RBI નું કહેવું છે કે અમે બેન્ક પર પ્રતિબંધ ફક્ત તપાસના ઉદ્દેશ્યથી લગાવ્યો છે. બેન્કનું લાઈસન્સ રદ કરાયું નથી. આથી ગ્રાહકો નિશ્ચિત રહે. તેમના પૈસા બેન્કમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. જ્યા સુધી નાણાકીય સ્થિતિ સુધરી ન જાય ત્યાં સુધી બેન્ક આ પ્રતિબંધો સાથે કામ કરી શકશે. રિઝર્વ બેન્ક સમયાંતરે આ પ્રતિબંધોમાં ફેરફાર કરશે.

અન્ય કેટલીક બેન્કો ઉપર લાગેલા છે પ્રતિબંધ

આ અગાઉ પણ અન્ય કેટલીક બેન્કો પર પ્રતિબંધો લાગેલા છે. 19 ફેબ્રુઆરીના રોજ કર્ણાટકની એક સહકારી બેન્ક ડેક્કન અર્બન કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ ઉપર નવી લોન આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તે પહેલા મહારાષ્ટ્રના નાસિકની ‘Independence Co-operative Bank Limited’ ઉપર પણ પ્રતિબંધ લાગ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular