અમદાવાદ : ઢબુડી ઉર્ફે ધનજી ઓડ સામે વધુ એક ફરિયાદ, સરકારી નોકરી અપાવવા રૂ.2 લાખ પડાવ્યા

0
43

અમદાવાદ: ઢબુડી ઉર્ફે ધનજી ઓડ સામે વધુ એક ફરિયાદ થઈ છે. ઘાટલોડિયામાં રહેતા એક વૃદ્ધાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ઢબુડી સામે ફરિયાદ કરી છે. દીકરીને સરકારી નોકરી અપાવવાના લાલચે રૂપિયા બે લાખ પડાવ્યા હોવાનો વૃદ્ધાએ આક્ષેપ કર્યો છે. વૃદ્ધાએ મોમાઈ ભક્ત મંડળ ટ્રસ્ટના નામે અપાયેલી રસીદ પણ પોલીસ સામે રજૂ કરી છે.

અનુયાયીએ કહ્યું- 11 રવિવાર ભરો અને માતાજીને 2-5 લાખનો ચઢાવો કરો
ઘાટલોડિયાના કર્મચારીનગર વિભાગ 2માં રહેતા વૃદ્ધા મૃણાલિનીબેન લેઉઆએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે 23 ડિસેમ્બર 2018માં ઓએહલી વાર ગાંધીનગર સેક્ટર 12માં રંગમંચમાં ઢબુડી ઉર્ફે ધનજી ઓડની ગાદીએ દર્શન કરવા ગયા હતા. 29 ડિસેમ્બરે ધનજીના જન્મદિવસે મોટું આયોજન હોવાનું જાણવા મળ્યું હતું જેથી મૃણાલિનીબેન તે દિવસે ગાંધીનગર પોતાની દીકરીને સરકારી નોકરી મળી જાય તે માટે ગયા હતા. સાંજ સુધી રાહ જોવા છતાં ધનજી મળ્યો ન હતો. તેમના અનુયાયીએ કહ્યું હતું કે તમારી અરજ ઢબુડી માતાને કરી દીધી છે. 11 રવિવાર ભરો અને જલ્દી સરકારી નોકરી જોઈએ તો 2 લાખ કે 5 લાખનો માતાજીને ચઢાવો કરવો પડશે. સરકારી નોકરી મેળવવા માટે મૃણાલિનીબેનને તેમના અનુયાયીઓએ સીધા ઘરે પોહચી જવા કહ્યું હતું જેથી સરનામું મેળવી 1 જાન્યુઆરી 2019ના રોજ મૃણાલિનીબેન ચાંદખેડાના સકલ રેસિડેન્સીમાં ધનજીના ઘરે ગયા હતા. તેમના સેવકોએ ઉપર જતા રોક્યા હતા.

5 જાન્યુઆરીએ ધનજીએ ચેક વટાવી દીધો હતો
માતાજી અત્યારે કચ્છ જવા નીકળશે તેમ કહેતા દર્શન કરવા મળે તે માટે નીચે પાર્કિગમાં રોકાયા હતા. 4 કલાક સુધી રાહ જોયા બાદ જ્યારે તેઓ નીકળતા હતા ત્યારે એક કાળા કલરની ગાડીમાં ધનજી ઉર્ફે ઢબુડી માતા આવ્યા હતા. માતા આવ્યા તેમ કહેતા તેઓ તેમની પાસે ગયા હતા. ધનજી ચૂંદડી વગર હોવાથી તેઓને ઓળખી શક્યા ન હતા. બોલો શુ કામ છે હું જ ઢબુડી માતા છું તેમ કહ્યું હતું. મૃણાલિનીબેને મારી દીકરીની સરકારી નોકરીની વાત કરતા 100 ટકા નોકરી મળશે. ધનજીએ કહ્યું હતું કે અનુયાયી સાથે વાત થઈ તેમ 2 લાખ કે 5 લાખનો માતાજીને ચઢાવો કરો કામ થઈ જશે. જેથી તેમને 2 લાખનો ચેક આપ્યો હતો. 5 જાન્યુઆરીએ ધનજીએ આ ચેક વટાવી દીધો હતો.

11 રવિવારની જગ્યાએ 23 રવિવાર ભર્યા છતા નોકરી ન મળી
રવિવાર ભરવા જતા હતા ત્યારે પોહચ માંગતા ઢબુડી માતા પાસે બેસતા મિસ્ત્રી નામના વ્યક્તિએ પોહચ આપી હતી. ઢબુડી માતાને ઘરે પધરામણી કરવા માટે કહેતા હતા પરંતુ 5 મે સુધી આવ્યા ન હતા. છેવટે ઢબુડી માતાનો નંબર લઈ વાત કરી હતી તો ધનજીએ મિસ્ત્રીભાઈનો સંપર્ક કરવા કહ્યું હતું. મિસ્ત્રી નામની વ્યક્તિએ પણ કોઈ જવાબ આપ્યો ન હતો. 11 રવિવારનો જગ્યાએ 23 રવિવાર ભરવા છતાં કોઈ સરકારી નોકરી મળી ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here