સુરત માં કોરોના થી વધુ એક મોત, કુલ મૃત્યુઆંક 58,

0
4

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 1276 થઈ ગઈ છે. વધુ એકનું મોત થતા આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 58 થઈ ગયો છે.

વધુ એક દર્દીનું મોત

ગોપીપુરા ખાતે મોમનાવાડમા રહેતા 50 વર્ષીય બેતુલ્લા રમઝાન અલી પાસા ગત 19 મીએ શ્વાસ સહિતની તકલીફ થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં તેમનામા કોરોનાના લક્ષણો દેખાતા સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલ્યા હતા બાદમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન રાત્રે તેમનુ મોત નિપજયું હતું. જોકે બેતુલ્લાને કિડનીની તકલીફ અને ડાયાબિટીસની બીમારી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here