બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડુ : તમિલનાડુ-કેરળ પર ફરી વાવાઝોડાનું સંકટ : હવામાન વિભાગે કહ્યું- 4 દિવસ ભારે વરસાદ થશે

0
4

ચક્રવાતી વાવાઝોડુ નિવારથી થયેલા નુકસાનનું હજુ યોગ્ય મૂલ્યાંકન થઈ શક્યુ નથી ત્યારે હવામાન વિભાગે વધુ એક વાવાઝોડાની ચેતવણી આપી છે. જોકે, તેની મોટાભાગની અસર તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના તટીય વિસ્તારો પર થઈ થશે. આ વખતે આ વાવાઝોડુ શ્રીલંકાના તટને ટકરાશે. અલબત તેની વધુ અસર તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપના તટીય પ્રદેશ પર પણ થશે. અહી 1થી 4 ડિસેમ્બર સુધી સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે. વાવાઝોડા સમયે આ વિસ્તારોમાં 65-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે.

2 ડિસેમ્બરના રોજ શ્રીલંકાના તટને ટકરાશે

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ વાવાઝોડુ બંગાળની ખાડીમાં સર્જાયુ છે. આગામી 24 કલાકમાં તે વધુ તીવ્ર બની જશે. 2 ડિસેમ્બરના રોજ શ્રીલંકાના તટ પ્રદેશ પર આવી પહોંચશે. દરમિયાન તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે તેને લીધે દક્ષિણ કેરળમાં 3 ડિસેમ્બરના રોજ ભારે વરસાદ થશે. જોકે 1 અને 4 ડિસેમ્બરના રોજ ભારેથી અતી ભારે વરસાદ થઈ શકે છે. એવી જ રીતે લક્ષદ્વીપમાં 3 અને 4 ડિસેમ્બરના રોજ ભારે વરસાદ થઈ શકે છે.

માચ્છીમારોને સમુદ્રમાંથી પરત ફરવા કહેવામાં આવ્યું

હવામાન વિભાગે માચ્છીમારોને સમુદ્રમાં નહીં જવા એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત જેઓ સમુદ્રમાં ગયેલા છે તેમને તાત્કાલિક પરત ફરવા કહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 1લી ડિસેમ્બરની રાત્રીથી જ પવનની ઝડપ તેજ થઈ જશે. તે પ્રતિ કલાક 45-65 કિમી થઈ જશે. કોમોરિન એરિયા, મન્નારની ખાડી અને તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપ તટ તેની ઝડપમાં આવી જશે.

25-26 નવેમ્બરની રાત્રે નિવાર વાવાઝોડુ આવ્યુ હતુ

4 દિવસ અગાઉ 25-26 નવેમ્બરની રાત્રે તમિલનાડુ-પુડુચેરીના સમુદ્રી તટ પર નિવાર વાવાઝોડુ આવ્યું હતું. તેમા 10 લોકોના જીવ ગયા હતા. વીજળીના થાંભલા, ઝાડ પડી ગયા હતા. અને ઘરોને નુકસાન થયુ હતું.