સુરત : ATM મશીનમાં ચોરીની વધુ એક ઘટના : કામરેજ તાલુકાના કરજણ ગામે સુડીકો બેંકનું ATM તૂટ્યું : 12.42 લાખની ચોરી.

0
10

સુરત જિલ્લામાં ATM મશીનમાં ચોરીની ઘટના અટકવાનું નામ લેતી નથી, છતાં પોલીસ અને બેંકના અધિકારીઓ ગંભીર બન્યા નથી. જેનો ઉત્તમ નમૂનો કામરેજ તાલુકાના કરજણ ગામે સુડીકો બેંકનું વધુ એકATM માં તસ્કરો તોડી 12.42 લાખની ચોરી કરી ગયા હતા. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી મશીનમાં મોટી રકમ અપલોડ કરી, પરંતુ સિક્યુરિટીગાર્ડના અભાવે તસ્કરોની દિવાળી થઈ ગઈ હતી. ATMમાં થઈ રહેલી ચોરીને અટકાવવા જિલ્લા પોલીસને યોગ્ય આયોજન કરવાની જરૂર છે.

કામરેજના કરજણ ગામે આવેલ સેવા સહકારી મંડળીના મકાનમાં ધી સુરત ડિસ્ટ્રીકટ કો-ઓપરેટિવ બેંકની શાખા કાર્યરત છે. જેમાં ATM મશીન પણ ગ્રાહકોની સુવિધા માટે મુકવામાં આવ્યું છે. જેમાં દિવાળીના દિવસે તહેવારોની રજાને ધ્યાનમાં રાખી મશીનમાં 12,54,500 રાખવામાં આવ્યા હતા. મધ્યરાત્રીના સમયે અજાણ્યા બુકાનીધારી તસ્કરો એટીએમ મશીન તોડી અંદરથી રોકડા 12,42,000 રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સવારે બેંકના મેનેજરને જાણ કરતા સ્થળ પર આવી પોલીસને જાણ કરી હતી. જોકે, બેંકના ATM મશીનમાં સિક્યુરિટીનો અભાવ હતો.

સામાન્ય દિવસોમાં ATM સાંજે 5 વાગ્યે બંધ થઇ જતું

કરજણ બેંકના ATM મશીન સવારે ખોલવામાં તેમજ સાંજે 5 વાગ્યે બન્ધ કરી દેવામાં આવતું હતું. તા.13મી નવેમ્બર 2020ના રોજ માત્ર 4,29, 000 રૂપિયા હતા. પરંતુ બેંકનો પરિપત્ર મુજબ દિવાળીના તહેવાર હોય, ખેડૂતોને કે.સી.સી. વ્યાજ મળ્યું હોવાથી atm મશીનો 24 કલાક ચાલુ રાખવાનો સર્ક્યુલર આવ્યો હતો. જેના કારણે શુક્રવારે સાંજે મશીનમાં વધુ 8,25,500 રૂપિયા અપલોડ કરવામાં આવ્યા હતા. કુલ 12,54 લાખ રૂપિયા હતા. જેમાંથી માત્ર 12,500 રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. બાકીના 12.,42,000 ની ચોરી કરી ગયા હતા.

રાત્રે 1:45થી 2:10ના વાગ્યાના ગાળામાં ચોરી થઇ

કરજણ સુડીકો બેન્કના બ્રાન્ચ મેનેજર રિનલબેન પટેલના જણાવ્યા મુજબ રાત્રે 1 :45 થી 2:10 વાગ્યા સુધીમાં ચોરી થઈ હતી, જે અંગે સવારે બેંકના કેશિયરે ફોન કરીને જણાવતા તાત્કાલિક જવાબદાર અધિકારીઓને જાણ કરી પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી.

તસ્કરો CCTVમાં કેદ

કરજણ સુડીકો બેંકની શાખામાં ATM મશીનના કેબિનમાં શનિવારની મધ્યરાત્રી દરમિયાન 3 અજાણ્યા યુવકો મોઢે બુકાની બાંધીને મોટર સાયકલ પર આવ્યા હતા. જે મશી તોડી રોકડા રૂપિયા મુકેલ કેસેટ ચોરી ગયા હોવાનું સીસી ફુટેજમાં કેદ થયા હોવાનું જાણવા મળેલ છે.

આ રીતે ચોરી થઈ

તસ્કરોએ એટીએમ મશીનમાં કોઈ સાધન વડે હુડ ડોર, મૈન ડોર, કેસ ડિસ્પેન્ડર તોડી, atm મશીનમાં ચલણી નોટ મુકવાની 5 કૈસેટો, સંપૂર્ણ બહાર કાઢી ચોરી ગયેલ છે.અગાઉ ઓલપાડ તાલુકાના ગામોમાં પણ આ રીતે એટીએમ તોડવાના બનાવ બન્યા હતા.