વડોદરા : વધુ એક દર્દીનું મોત, પોઝિટિવ કેસનો કુલ આંક 7340 થયો, મૃત્યુઆંક 133, કુલ 5705 દર્દી રિકવર થયા

0
0

વડોદરા શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત થયું છે. વડોદરાના નવાયાર્ડ વિસ્તારનાના 61 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. સરકરાની ગાઇડલાઇન પ્રમાણે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.

વડોદરામાં કોરોના કેસનો કુલ આંક 7340 થયો
મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક વધીને 7340 ઉપર પહોંચ્યો છે. અને સત્તાવાર મૃત્યુઆંક 133 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 5705 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1502 એક્ટિવ કેસ પૈકી 154 દર્દી ઓક્સિજન ઉપર અને 66 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1282 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં મંગળવારે કોરોનાના કેસો નોંધાયા
શહેરઃ-
આજવા રોડ, અટલાદરા, છાણી, નાગરવાડા, કારેલીબાગ, માંજલપુર, વાઘોડિયા રોડ, કિશનવાડી, VIP રોડ, મકરપુરા, તરસાલી, સમા, ગોત્રી, અકોટા, ઇલોરાપાર્ક, વારસીયા, ગોરવા
ગ્રામ્યઃ- કરજણ, સાવલી, જરોદ, ડભોઇ, બાજવા, સિસવા, પોર, રણોલી, સેવાસી , બીલ, પાદરા

વડોદરામાં હાલ 3415 લોકો ક્વોરન્ટીન
વડોદરા શહેરમાં હાલ 3415 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3360 લોકો હોમ ક્વોરન્ટીન, 44 લોકો પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન અને 11 લોકો સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે.

વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં સૌથી વધુ 1894 કેસ
વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના 7340 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1253, પશ્ચિમ ઝોનમાં 1119, ઉત્તર ઝોનમાં 1894, દક્ષિણ ઝોનમાં 1442, વડોદરા ગ્રામ્યમાં 1598 અને 34 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here