જામનગરમાં 35 વર્ષીય યુવકે વ્યાજખોરના ત્રાસથી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરતા અરેરાટી
જામનગરમાં વધુ એક વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે…..
35 વર્ષીય યુવક દીપેશ નકુમે પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ લીધો છે…ઉલ્લેખનીય છે કે પાંચ જેટલા વ્યાજખોરની ચુંગાલ ફસાયેલા દીપેશભાઈ રોજના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી છે…
યુવકે આત્મહત્યા કરી લેતા મૃતદહ હોસ્પિટલ લવાયો છે અહીં પીએમ કરવામાં આવ્યું છે….મોટી સઁખ્યામાં સતવારા સમાજના લોકો એકઠા થઇ ગયા છે અને મૃતકની બોડી સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે..
મૃતક દીપેશભાઈના પરિજનોની માંગ છે કે જ્યાં સુધી વ્યાજખોરની ઝ્ડપી લેવામાં નહિ આવે ત્યાં સુધી બોડી નહી લેવાઈ….
મૃતક યુવકે સુસાઇડ નોટ પણ લખી છે એને એમાં પાંચ જેટલા વ્યાજખોરના નામ પણ લખ્યા છે…..
રિપોર્ટર : સંજય મર્દનીયા CN24NEWS જામનગર