Saturday, April 20, 2024
Homeઅમદાવાદ : શહેરને પ્રદૂર્ષણ મુક્ત કરવાની દિશામાં વધુ એક કદમ, 300 ઈલેક્ટ્રિક...
Array

અમદાવાદ : શહેરને પ્રદૂર્ષણ મુક્ત કરવાની દિશામાં વધુ એક કદમ, 300 ઈલેક્ટ્રિક બસોનો કોન્ટ્રાક્ટ અપાયો

- Advertisement -

અમદાવાદ: શહેરમાં વધતા પ્રદૂષણને પહોંચી વળવા માટે વધુ 300 ઈલેક્ટ્રિક એસી મીડી બસોને કોન્ટ્રાક્ટને મંજૂરી આપવામાં આવી છે. આજે અમદાવાદ જનમાર્ગ લિમિેટેડની 55મી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં વર્કઓર્ડરને મંજૂરી આપવામાં આવી હતી. માર્ચમાં ટેન્ડર પ્રક્રિયા કરીને ટાટા મોટર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

ટાટા ઈલેક્ટ્રિક મીડી એસી બસો
અમદાવાદ શહેરમાં એએમટીએસ 700 બસો અને બીઆરટીએસની 255 બસોમાં અંદાજે 8 લાખ લોકો રોજ મુસાફરી કરે છે. ત્યારે પ્રદૂષણ મુક્તિ માટે અને ઈકો ફ્રેન્ડલી પરિવહન સેવા બનાવવા માટે શહેરની બીઆરટીએસ જનમાર્ગ માટે 300 ઈલેક્ટ્રિક મીડી એસી બસોને ગ્રોસ કોસ્ટ મોડલ પર સપ્લાય, ઓપરેશન અને મેઈન્ટેન્ટસની ટેન્ડર પ્રક્રિયા બાદ ટાટા મોટર્સને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ બસોની ડિલિવરી તબક્કાવાર માર્ચ 2020 બાદ કરાશે.

ચાર કંપનીઓએ ટેન્ડરમાં રસ દાખવ્યો હતો
માર્ચમાં શરૂ કરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં 4 કંપનીઓએ રસ દાખવ્યો હતો. જેમાં વિવેક ટ્રાવેલ્સ પ્રા.લી. અને જેબીએમ ઓટોનું જોઈન્ટ વેન્ચર નેગોસિએશન કર્યા બાદ રૂ. 54.90 પ્રતિ કિમીના ભાવે એલ-1 આવેલી છે. ટેન્ડરની શરતો મુજબ 300 પૈકી 180 બસોને તેમજ તેજ ભાવથી એલ-2 આવેલી ટાટા મોટર્સ લિમિટેડને 120 બસો ચલાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે.

બસો ખરીદીમાં કેન્દ્ર સરકારની સબસિડી મળશે
કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હવી ઈન્ડસ્ટ્રિઝ દ્વારા ફાસ્ટર અપડેશન એન્ડ મેન્યુફેકચરર ઓફ ઈલેક્ટ્રિક વ્હિકલ સ્કિમ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અમદાવાદ જનમાર્ગ લી.(અજલી)ને સબસિડી મળશે. જાહેર પરિવહન સુવિધા આપતી સંસ્થાઓને ઈકો-ફ્રેન્ડલી વ્હિકલ પ્રમોટ કરવા માટે કેન્દ્ર સરકારે આ સ્કિમ લાગુ કરી છે. તેના અંતર્ગત આગામી 10 વર્ષ દરમિયાન અમદાવાદ જનમાર્ગ લી.ને પ્રતિ બસ રૂ. 45 લાખ સબસિડી મળશે.

બીઆરટીએસમાં 650 બસો દોડશે
આવનાર સમયમાં 650 ઈલેક્ટ્રિક મીડી એસી બસો બીરઆરટીએસ માર્ગો પર દોડશે. હાલ અશોક લેલેન્ડ લી.એ ઈ-ટેન્ડર પ્રક્રિયામાં 50 ઈલેક્ટ્રિક બસોના સપ્લાય, ઓપરેશન અને મેઈનટેનન્સનો કોન્ટ્રાક્ટ અપાયેલો છે. તે પૈકી સ્વેપ ટેક્નોલોજી ધરાવતી 18 બસો ડિલિવરી થઈ ગઈ છે. 13 બસો હાલ માર્ગો પર દોડી રહી છે અને ફાસ્ટ ચાર્જીંગ પ્રકારની 25 બસોની ડિલિવરી મળેલીછે. ડિસેમ્બરના અંતમાં તમા બસો દોડતી થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular