આગામી 1લી જૂનથી દેશભરમાં લાગુ થશે વન નેશન વન રાશનકાર્ડ

0
27

નવી દિલ્હી,તા. 21
દેશમાં ાગામી વન નેશન રાશન કાર્ડ યોજના લાગુ થઇ જશે તેમ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને તેની જાણકારી આપી હતી. આ યોજના અંતર્ગત ગ્રાહક એક રેશનકાર્ડનો ઉપયોગ દેશમાં ક્યાંય પણ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત વર્ષે કેન્દ્રીય મંત્રીએ ‘વન નેશન, વન રાશનકાર્ડ’ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ ચાર રાજ્યોમાં લાગુ કર્યો હતો. જે અંતર્ગત આંધપ્રદેશ, તેલંગાણા તેમજ ગુજરાત, મહારાષ્ટ્ર વચ્ચે કાર્ડ પોર્ટેબિલીટીની સુવિધા અપાઈહ તી. જેનું ઉદ્દઘાટન પાસવાને ઓનલાઇન કર્યું હતું ત્યારે જણાવ્યું હતું કે આ પાયલોટ પ્રોજેક્ટની સફળતા પર પૂરા દેશમાં તે લાગુ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત રેશન કાર્ડ પૂરા દેશમાં માન્ય થઇ જશે.

હવે કેન્દ્રીય મંત્રીએ જાહેરાત કરી હતી કે આ વર્ષની પ્રથમ જૂનથી આ યોજના દેશભરમાં લાગુ પડશે. જેથી કોઇપણ રાજ્યનો રેશનકાર્ડ ધારક કોઇપણ અન્ય રાજ્યની રાશનની દુકાનોમાંથી સસ્તી કિંમતોમાં ચોખા અને ઘઉં ખરીદી શકશે. સરકારને આશા છે કે આ વ્યવસ્થાથી માંગ ભ્રષ્ટાચાર પર જ લગામ નહીં આવે પરંતુ રોજગાર કે અન્ય કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા ખેડૂતોને સબસિડીવાળા રેશનથી વંચિત નહીં રહેવું પડે. આ ફેરફારથી એકથી વધુ કાર્ડ રાખનાર પર અંકુશ આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here